જૂનાગઢ જિલ્લામાં તા.૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી થશે

જૂનાગઢ જિલ્લામાં તા.૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી થશે
જૂનાગઢ : પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેઇજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં આગામીતા.૨૫ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અન્વયે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી રચિત રાજે સુશાસન સપ્તાહની ઉજવણી માટે અધિકારીઓને કામગીરી બાબતે ગ્રામ્ય-તાલુકા કક્ષાએ થતી ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ,ઓનલાઇન સર્વિસ જેવી કે, ડિજિટલ પોર્ટલ પર મહત્તમ અરજીઓનો સકારાત્મક અને સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યુ હતુ.તેમજ તા.૨૩ ડિસેમ્બરના રોજ કલેક્ટર ઓફિસ ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ગુડ ગવર્નન્સ પ્રેક્ટીસનો વર્કશોપ યોજાશે. જેમાં શિક્ષણ, રોજગાર, પંચાયત વિભાગની સક્સેશ સ્ટોરી રજૂ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી.બાંભણિયાએ કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756