જૂનાગઢ જિલ્લામાં તા.૯ જાન્યુઆરી ૨૦૨૩ સુધી હથિયારબંધી

જૂનાગઢ જિલ્લામાં તા.૯ જાન્યુઆરી ૨૦૨૩ સુધી હથિયારબંધી
જૂનાગઢ : હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજૂઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદ્દભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃત્તિઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહિ.
વ્યક્તિઓ અથવા શબ અથવા આકૃતિઓ વાળા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહિ. અશ્લીલ ગીતો ગાવા નહિ. જેનાથી સુરુચિ કે શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવ ભાવ કરવા નહિ, તેવી ચેષ્ટા કરવી નહિ તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહિ. આ હુકમ સરકારી ફરજના ભાગરુપે નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય કે જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ જે-તે શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિ, ખેડૂતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય તે અને રોજિંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય તેને લાગૂ પડશે નહિ. આ જાહેરનામું તા.૯/૦૧/૨૦૨૩ સુધી અમલી રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756