શેરિયાજ ગામના વતની શિક્ષક શ્રી હસમુખભાઈ વાળાને ખૂબ ખૂબ અભિનંદન

શેરિયાજ ગામના વતની શિક્ષક શ્રી હસમુખભાઈ વાળાને ખૂબ ખૂબ અભિનંદન
શેરિયાજ ગામના વતની તેમજ શેરિયાજ ગામના ભુતપૂર્વ સરપંચ તેમજ સહકારી આગેવાન સ્વ.નગાભાઈ વાળાના પૌત્ર શ્રી હસમુખભાઈ વાળા હાલ તાપી જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.હાલ ચાલી રહેલ ગણિત-વિજ્ઞાન પ્રદશનમાં તાલુકા કક્ષામાં 182 શાળાઓમાંથી તેમની શાળાની વિભાગ-૩ ની કૃતિ પ્રથમ નંબર પર આવી છે.તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.તેમના માર્ગદર્શન થકી તેમની શાળાના બાળ વૈજ્ઞાનિકો આ કૃતિમાં ખુબ સારુ પર્ફોમન્સ આપી શક્યા છે અને પ્રથમ ક્રમ મેળવી ગૌરવ વધાર્યું છે.
શિક્ષકશ્રી હસમુખભાઈ વાળાએ બાળપણમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરી અભ્યાસ કરેલ અને જેની સિધ્ધિ રુપે આજે તેઓ એક કર્મનિષ્ઠ શિક્ષક તરીકે તાપી જીલ્લામાં ફરજ બજાવી રહ્યા છે અને પોતાના જ્ઞાન થકી બાળકોને ભારતના ઉજળા ભવિષ્ય માટે ઘડી રહ્યા છે.આપ આપની ફરજ પુરી નિષ્ઠાથી અને ખંતથી કરો જેમાં ઈશ્વર આપને પ્રેરક બળ આપે તેવી શુભકામના.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756