ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.
અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતેથી ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે લાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક કોર વ્હીલમાંથી ત્રણ ઈસમો સાથે ઝડપી પાડી કુલ કિ.રૂ ૧૧,૦૬,૭૩૦/- મુદામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ જીલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ જુગાર પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન ની સ્પેશ્યલ ડ્રાઇવની આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી ભરૂચ નાઓની મૌખિક સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીના સફળ કેશો શોધી કાઢવા લોકલ ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સધન પ્રયત્નો હાથધરવામાં આવેલ તે દરમ્યાન ગઇ કાલ કોબીંગ નાઈટ દરમ્યાન પો.સ.ઇ જે.એન.ભરવાડ એલ.સી.બી. ની ટીમ કોમ્બીંગ નાઇટમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ બાતમી આધારે તાત્કાલીક એલ.સી.બી ટીમે સુરત થી અંકલેશ્વર આવવાના સર્વીસ રોડ ઉપર સન પ્લાઝા હોટલ સામે સફેદ કલરની ડીયા ફોર વ્હીલ ગાડી નં.GJ-16-DC- 5506 ને કોર્ડન કરી ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બ્રાન્ડેડ કંપનીની નાની મોટી બોટલો નંગ-૧૨૩ કિ.રૂ.૭૫,૩૧૦/- નાં પ્રોહી મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ને ઝડપી પાડી પ્રોહી એક્ટની સલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી” ડીવીઝન પોસ્ટમાં ગુનો રજીસ્ટ્રર કરવામા આવેલ છે.
કબજે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ નગ ૧૨૩ કિ.રૂ૭૫,૩૧૦/-
(૨) આરોપીઓના મોબાઈલ ફોન નંગ ૩ કિ.રૂ ૧૫,૦૦૦/-
(૩) આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપીયા ૧૬,૪૨૦/-
(૪) એક સફેદ કલરની ક્રીયા ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-16 DC-5506 જેની કિ.રૂ 10,00,000/-
પકડાયેલ આરોપી
(૧) સુરેશભાઇ મનસુખભાઇ દવે ઉં.વ.૪૬ રહે. મ.નં ૧૦૧, રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ દળું ફળીયા અંક્લેશ્વર શહેર તા-અંક્લેશ્વર જી-ભરુચ (૨) નિતીનભાઇ કિશનભાઇ કરીલ ઉવ.૩૭ રહે, ફ્લેટ નં.સી ૪૦૧, કામધેનું લાઇફ સ્ટાઇલ, જલધારા ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ (૩) વિષ્ણુભાઇ મિલારે ઉં.વ.૪ર હાલ રહે મ.નં.૨૧૭, આર.સી.એલ. સોસાયટી, મમ્મીડેડી શો-રૂમની સામે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, ૧૮૭૩, સાને ગુરુજી નગર, મહારાષ્ટ્ર વિધાલય સ્કુલ સમોર, ગોરેગાવ (ડબ્લ્યુ) મુંબઇ એમ.જી.રોડ મુંબઇ (મહારાષ્ટ્ર)
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756