રાજકોટ જીલ્લાના ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું

ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું 1972 માં શરૂ થયેલ શિક્ષણ યાત્રા, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું જેને નામ અપાયું “સંસ્મરણ 2022″
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માત્ર ધોરાજી નહીં, માત્ર રાજકોટ જીલ્લો નહીં, માત્ર ગુજરાત પ્રાંત નહીં, માત્ર સમગ્ર હિન્દુસ્તાન નહીં પરંતુ કેનેડા, યુનાઇટેડ કિંગડમ, બહેરીન અને દુબઈથી પણ આવેલા. કાર્યક્રમ બે ભાગમાં રાખવામાં આવેલો હતો. પ્રથમ ભાગમાં આદર્શ એજ્યુકેશન સોસાયટી સ્વભવનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવેલા અને ભૂતપૂર્વ શિક્ષકોને મળી અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયેલા હતા. સાથે સાથે પૂર્વ આયોજિત સેલ્ફી બોર્ડ પણ આકર્ષણ જગાવ્યું હતું. ભૂતકાળમાં વિદ્યાર્થીઓ શાળાએ એલ્યુમિનિયમની પેટી લઈને આવતા સ્કૂલ બેગ્સ ત્યારે ન હતા, આવા સમય સંજોગોના વિદ્યાર્થીઓના કટ આઉટ યુનિક હતા અને વિશેષ આકર્ષણ લગાવેલું હતું. સ્થાપના કાળના સાત ટ્રસ્ટીઓનું પણ બહુમાન રાખવામાં આવેલું હતું. ડોક્ટર બી જે પટેલ સાહેબ 1972 થી લઈ અને આજ દિવસ સુધી એટલે કે 50 વર્ષ સુધી પ્રમુખ સ્થાને અવિરત રહેલ છે. તેને વર્તમાન દ્રષ્ટિએ બિરદાવેલ હતું અને આ એક વિશિષ્ટ સિદ્ધિ ગણી શકાય કારણ કે સામાજિક સંસ્થાઓમાં જ્યારે અત્યારે પદ માટે ખેંચતાણ થતી હોય છે ત્યારે કોઈપણ જાતના પદ કે હોદ્દા ના મોહ વગર માત્રને માત્ર ધોરાજીના શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપવું અને ધોરાજીને સારું શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રવૃત્તિશીલ શાળાનું આ એક ઉમદા કાર્ય છે. એનસીસીના ટ્રેનિંગ પામેલા વિદ્યાર્થીઓએ વિશેષ રીતે ગાર્ડ ઓફ ઓનર આપતા હોય તે રીતનું સ્વાગત આવનાર તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કરેલું. તે એક વિશેષ આકર્ષણ રહેલ.
સ્થાપના કાળના ટ્રસ્ટીઓમાં પ્રમુખ ડોક્ટર બી જે પટેલ સાહેબ, મંત્રી સ્વર્ગસ્થ મનોજભાઈ પારેખ, ટ્રસ્ટી ડોક્ટર આર ડી વ્યાસ સાહેબ, ટ્રસ્ટી પૂર્વ સાંસદ અરવિંદભાઈ પટેલ સાહેબ, ઉદ્યોગપતિશ્રી સ્વર્ગસ્થ વિનેશભાઈ પટેલ અને સ્વર્ગસ્થ નગીનદાસ ધરમદાસ શાહના પરિવારજનોને મોમેન્ટો આપી અને તેનું બહુમાન કરવામાં આવેલું હતું.
ભૂતપૂર્વ શિક્ષકો પણ હાજર રહેલા હતા તેમના આશીર્વાદ થકી આ શાળા ઉજળી હોય અને તેમનું પણ બહુમાન કરવામાં આવેલું હતું. વિશિષ્ટ રીતે 45 વર્ષની નોકરી માટે શ્રી એસ ટી ગોહિલ સાહેબનું પણ વિશેષ બહુમાન કરવામાં આવેલું હતું. બેંગ્લોરથી પધારેલ શ્રી જીતેન્દ્રભાઈ દાવડાએ તથા મુંબઈથી પધારેલ શ્રી જીનેશભાઈ કિશોરચંદ્ર શાહે તથા શ્રી કિરણભાઈ ગોરધનભાઈ અમીપરા તથા કેનેડાથી પધારેલ શ્રી અક્ષય શિવરામ હેગડે, દાહોદથી પધારેલ પૂનમબેન શૈલેશભાઈ થાવરાણી અને દાણાવાલા મૌ. ઈર્શાદ આરીફભાઈએ પ્રાસંગિક વાતો કરી હતી અને પોતાના શાળા વખતના સંસ્મરણોને ભાવવિભોર થઈ અને બધાને જણાવેલા હતા. ધોરાજીના સિનિયર મોસ્ટ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાહેબે પણ પ્રાસંગિક ઉદબોધન આપેલું હતું કે આદર્શ એજ્યુકેશન સોસાયટી તે માત્ર ધોરાજી નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં સામાજિક જીવન ધોરણ સુધરે તે રીતનું કાર્ય કરી રહી છે. સ્થાપના કાળથી આદર્શ એજ્યુકેશન સોસાયટીનો હું સભ્ય નથી, હું ટ્રસ્ટી પણ નથી પરંતુ હંમેશા સંસ્થા સાથે જોડાયેલો રહ્યો છું. અને ક્યારેય પણ મને આ સંસ્થા મારા પરિવારથી જુદી નથી લાગતી. તેમણે જણાવેલ કે મારા ત્રણે બાળકો આ શાળામાંથી અભ્યાસ કરી અને અત્યારે અમેરિકામાં બહુ સારું કેરિયર ધરાવે છે જેના મૂળમાં આ શાળાના સંસ્કારો છે. માર્કશીટ તો ઉજળી કોઈપણ કદાચ બનાવી શકે પરંતુ જીવન ઉજળું બનાવવાનું કામ આદર્શ એજ્યુકેશન સોસાયટી કરે છે. ડોક્ટર સુરેશભાઈ પટેલે એકદમ લાગણી સાથે ભાવિવભોર વક્તવ્ય આપેલ. સ્વાગત પ્રવચન શ્રી ધીરેનભાઈ વૈષ્ણવે આપેલું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ડોક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ, એન્જિનિયર, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, મોટીવેશનલ સ્પીકર, બેન્કર અને હાઉસવાઈફ પણ એટલા જ જોડાયેલા હતા. પરસ્પર બધા જ બાળપણ ના મિત્રો એ નવા સરનામાં અને કોન્ટેક્ટ નંબર મેળવી અને મિત્રતાનો નવો અધ્યાય શરુ કરેલ.
વિશેષ રીતે “ધોરાજીનો સ્થાપનાકાળથી અત્યાર સુધીનો ઇતિહાસ” આવું એક પુસ્તક 1962 ના અરસામાં નવયુગ મંડળ તરફથી સંકલન કરીને બહાર પાડવામાં આવેલું હતું. ધોરાજીના આદર્શ એજ્યુકેશન સોસાયટીના શિક્ષક શ્રી માલતીબેન પારેખના પ્રયત્નથી આ પુસ્તકનું દ્વિતીય આવૃત્તિનું પણ વિમોચન આ પ્રસંગે કરવામાં આવેલ.
આ કાર્યક્રમને અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ આમંત્રિતોને પુરસ્કૃત કરવામાં આવેલા હતા. અને આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ એજ્યુકેશન સોસાયટીના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી હતી. કાર્યક્રમનું સંચાલન મોટીવેશનલ સ્પીકર શ્રી કમલજીતસિંહ ચૌહાણે કરેલ હતું.
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756