ડભોઈ વિધાનસભા ના કાયાવરોહણ તેમજ મોટાહબીપુરા માં વિકાસકાર્યો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

ચૂંટણી પુરી થતા જ વિકાસ ના કાર્યો ને આગળ વધારતા શૈલેષ મહેતા દ્વારા ડભોઈ વિધાનસભા મતવિસ્તારો માં વિકાસ ના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.જે પૈકી આજરોજ ડભોઈ ના કાયાવારોહણ ખાતે 60 લાખ ના ખર્ચે ગામ ના નાગરિકો ની સુરક્ષા અને સલામતી માટે કોતર બ્રિજ પર પ્રોટેક્શન વોલ તેમજ 9 લાખ ના ખર્ચે વડવન ની પ્રોટેક્શન વોલ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ વોલ બનવાથી ગામ ના તેમજ વિસ્તાર ના નાગરિકો તેમજ નમો વડવન ની સુરક્ષા માં વધારો થશે.આ પ્રસંગે ગામ ના સરપંચ હિતેશ પટેલ,ડે સરપંચ નીરવ પટેલ,સહિત ગામ ના આગેવાનો સાથે મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ ડભોઈ મતવિસ્તારમાં આવેલ ડભોઈ તાલુકાના હબીપુરા – બારીપુર રોડનું 76 લાખ ના ખર્ચે બનનાર રીસરફ્રેસીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગામ ના નાગરિકો, વિધાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તેઓની તકલીફો દૂર થાય તે અર્થે આ રોડનું રીસરફ્રેસીંગ કરવામાં આવશે. આ શુભ પ્રસંગે હબી પુરા ગામના ભાસ્કર ભાઈ, નડા ગામ ના ભાવેશ ભાઈ તથા આગેવાનો હાજર રહ્યા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ના છેલ્લા 5 વર્ષ દરમિયાન ડભોઇ વિધાનસભા માં કરેલા અવિરત વિકાસ કાર્યો ને જોતા મતદારો એ આ ચૂંટણી માં તેઓને પ્રચંડ બહુમતી થી જીતડયા છે.ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં વિકાસ ની ગાથા અવિરત ચાલુ રહેશે અને ડભોઈ વિધાનસભા વિસ્તાર ના છેવાળા ના ગામ સુધી તમામ સુવિધા પહોંચશે અને કોઈ પણ ગામ વિકાસ થી વંચિત નહીં રહે તેમ ધારાસભ્ય શૈલેષ મહેતા એ જણાવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756