અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજયભરમાંથી ૧,૪૭૧ સ્પર્ધકો ભાગ લેશે

અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજયભરમાંથી ૧,૪૭૧ સ્પર્ધકો ભાગ લેશે
જૂનાગઢ : જૂનાગઢ ખાતે તા.૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓ ૫૪૭, જુનિયર ભાઈઓ ૪૯૮, સિનિયર બહેનો ૨૩૪, જુનિયર બહેનો ૧૯૨ એમરાજયભરમાંથી કુલ ૧,૪૭૧ સ્પર્ધકો ભાગ લેશે.
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢ સંચાલિત ૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા તા.૦૧/૦૧/૨૦૦૨૩ના રોજ સવારે ૭ કલાકે યોજાશે. આ સ્પર્ધામાં પસંદગી અને નાપસંદગી પામેલ સ્પર્ધકોની યાદી તથા સૂચનાપત્ર ફેસબુક આઇ.ડી. dso Junagadhcity પર મૂકવામાં આવ્યું છે. સ્પર્ધકોનું રિપોર્ટિંગ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૩.૦૦ વાગ્યે કરવાનું રહેશે. સ્પર્ધકો નિવાસ વ્યવસ્થા સિનિયર ભાઇઓ માટે સનાતન ધર્મશાળા ખાતે, જુનીયર ભાઇઓ માટે તળપદા કોળી સમાજની વાડી ખાતે, અને સિનિયર/જુનિયર બહેનો માટે મહેર સમાજની વાડી ખાતે માટે રાખવામાં આવી છે.
સ્પર્ધકોએ પોતાના નિવાસ સ્થળેથી ચેસ્ટ નંબરની બારીએથી પોતાના ચેસ્ટ નંબર, ટી-શર્ટ (કિટ), તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ બપોરે ૩ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં મેળવી લેવાના રહેશે. કિટ મેળવ્યા બાદ સાંજે ૫ કલાકે મહંતશ્રી, મંગલનાથજી આશ્રમ ખાતે સ્પર્ધાના નિતી-નિયમો, સૂચનાઓ અને વ્યવસ્થા અંગેની જાણકારી માટેની સામન્ય બેઠકમાં અચૂકપણે હાજર રહેવાનું છે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (૦૨૮૫)૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756