કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને રેવન્યુના અધિકારીઓ સાથે સીએમ ડેશબોર્ડ પેરામીટર્સની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને રેવન્યુના અધિકારીઓ સાથે સીએમ ડેશબોર્ડ પેરામીટર્સની સમીક્ષા અંગે બેઠક યોજાઈ
જૂનાગઢ : કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને, સીએમ ડેશબોર્ડ પેરામીટર્સની સમીક્ષા અંગે રેવન્યુના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રીએ સતત સમીક્ષા અને સક્રિય દેખરેખ સાથે સીએમ ડેશબોર્ડ પોર્ટલમાં જૂનાગઢ જિલ્લા માટે ટોચના ૩ રેન્કમાં સ્થાન હોય તે માટે શું પગલાં ભરવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી આ બેઠકમાં સીએમ ડેશબોર્ડના તમામ ગ્રેડના પરિમાણો માટે સૂચક મુજબ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને C ગ્રેડના પરિમાણોની સમીક્ષા, ઓછી કામગીરીના કારણોનું નિરીક્ષણ કરવામાં આવે છે. ઈન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લીકેશનમાં બાકી રહેતી અરજીની સમીક્ષા, અને સમય મર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. આઈ મોજણી પોર્ટલ અને ડીઆઈએલઆરમાં પણ સમય મર્યાદામાં પેન્ડિંગ અરજી પૂર્ણ કરવા અને તેનો નિકાલ કરવા માટે ઘટતું કરવા જણાવવામાં આવ્યુ હતુ. રેશન કાર્ડ સંબંધિત સેવાઓ વધુ સારી રીતે થઈ શકે તે માટે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756