માંગરોળ તાલુકાના લોએજ ગામમાં બામરોટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં બામરોટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Spread the love

*👁 ચક્ષુદાન-મહાદાન👁*

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં બામરોટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામમા રહેતા સ્વ.હાર્દિક લખમણભાઈ બામરોટીયા ઉ.વર્ષ.20નું આજ રોજ તા.૨૨.૧૨.૨૦૨૨ ને ગુરુવાર,માગસર વદ ચૌદશ ના રોજ આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી લોએજ ગામના સામાજીક અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાનના સંચાલકશ્રીનો સંપર્ક કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને રાણાભાઈ ચાંડેરા દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાનના કાર્યકર પરેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.
ચક્ષુદાન લેતી વખતે લોએજ ગામના સરપંચશ્રી રવિભાઈ નંદાણિયા અને લાલાભાઈ નંદાણિયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

બામરોટીયા પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

બામરોટીયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.હાર્દિક ભાઈ ને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

બામરોટીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
બામરોટીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને સમસ્ત જનતા વંદન કરે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ હાર્દિક ભાઇના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

ll જય શ્રી કૃષ્ણ ll

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!