આદિપુરની મૈત્રી સ્કૂલના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

આદિપુરની મૈત્રી સ્કૂલના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
ગાંધીધામ – આદિપુર ના શિક્ષણ જગત માં ઉચ્ચ કક્ષા નું નામ ધરાવતી અને સંકુલ માં શિક્ષણ ક્ષેત્રે શાળાઓ, મહા શાળાઓ નું સંચાલન કરતી સંસ્થા ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત શાળાઓ નું સામૂહિક સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરાયું હતું.
ગાંધીધામ મૈત્રી મંડળની સ્થાપના વર્ષ 1950 માં કરવામાં આવી હતી. ટ્રસ્ટે તેની હેઠળની તમામ સંસ્થાઓના સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને 72 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ ભારત દર્શન હતી અને તે અમૃત મહોત્સવની ઉજવણી કરતા રાષ્ટ્રની સાથે સાથે ચાલ્યો હતો.
મેનેજિંગ ટ્રસ્ટી દીદી હીરુ ઇસરાણી અને તેમની ટીમ દ્વારા સખત મહેનતનું પરિણામ એ આવ્યું જે આજે બધાએ જોયું અને ખુબજ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા.
ભારતના તમામ ભાગોમાંથી નૃત્યનો ઝીણવટપૂર્વક આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
મૈત્રી મહા વિદ્યાલયના નવા બિલ્ડીંગના નિર્માણ માટેના મુખ્ય દાતા ડો.રમેશ વાસવાણીના અધ્યક્ષસ્થાને આ રમણીય કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે દુબઈથી ઉદ્યોગપતિ આધરણીય શ્રી વાસુ શ્રોફ હાજર રહ્યા હતા.
ઉપસ્થિત અન્ય મહાનુભાવો માં કચ્છ યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર શ્રી જાડેજા સાહેબ, કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમાર સાહેબ, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટિલવાણી અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી મનોજ મનસુખાણી ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ ના આચાર્યો, શિક્ષકો, વાલીગણ, બાળકો, સિન્ધી સમાજ ના તથા ગાંધીધામ સંકુલ ના ગણમાન્ય લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
મૈત્રી મહા વિદ્યાલયના આચાર્ય શ્રી નજીબ અબ્બાસી સાહેબ, આદર્શ મહા વિદ્યાલય ના આચાર્યશ્રી સરમણ સોલંકી સાહેબ, અને શ્રી મુકેશ લખવાણી દ્વારા અવિરત પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જેનું પરિણામ આજે સૌએ નિહાળ્યો હતો.
ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રીમતી હીના જેઠાણી દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756