જામનગર મનપા દ્વારા શહેરમાંથી વધુ 91 રસ્તે રઝળતા ઢોરને પકડી લેવાયા

જામનગર મનપા દ્વારા શહેરમાંથી વધુ 91 રસ્તે રઝળતા ઢોરને પકડી લેવાયા
જામનગર મનપા દ્વારા એક સપ્તાહ દરમિયાન શહેરમાંથી વધુ 91 રસ્તે રઝળતા ઢોરને પકડી લેવાયા
જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડી લેવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને જુદી જુદી ટુકડીઓ દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા ૯૧ રસ્તે રઝળતા ઢોરને પકડી લઈ ઢોરના ડબ્બામાં મૂકી દેવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગત અઠવાડિયામાં ૯૧ ઢોરોને શહેરના જુદાજુદા માર્ગો – વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે, અને તમામને જામનગરમાં નગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મૂકી દેવામાં આવ્યા છે.
તેમજ ચાલુ વર્ષે કુલ ૨૬૮૩ જેટલા ઢોરોને પકડી જુદાજુદા ઢોર ડબા ખાતે રાખવામાં આવેલા છે. ટૂંક સમયમાં અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલવામાં આવનાર છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756