રાજગોર સમાજ, પૂર્વ કચ્છ દ્વારા બોક્સ ક્રિકેટ અને મેળાવડા નું આયોજન કરાયું

રાજગોર સમાજ, પૂર્વ કચ્છ દ્વારા બોક્સ ક્રિકેટ અને મેળાવડા નું આયોજન કરાયું
શ્રી કચ્છી રાજગોર સમાજ (પૂર્વ કચ્છ) પ્રેરિત અને યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેંટ, બાળકો માટે વિવિધ ગેમ્સ અને મેળાવડા નું આયોજન શ્રી સારસ્વત પાર્ક, ગાંધીધામ મધ્યે કરવામાં આવેલ હતું. યુવક મંડળ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેંટમાં સમાજના તરવરિયા યુવાનો ની બનેલી કુલ આઠ ટીમે એ ભાગ લીધેલ હતો. ટુર્નામેંટનું ઉદ્ઘાટન ડો. અરુણ ગોર, ટ્રસ્ટીશ્રી નાં વરદ હસ્તે ટોસ ઉછાળી ને કરવામાં આવેલ હતું ફાઇનલ મેચમાં કેપ્ટન શ્રી કૈલેશભાઈ ગોરની આગેવાની હેઠળની જય અંબે ટીમ વિજેતા બની હતી જ્યારે કેપ્ટન વિકાસ ગોરની આગેવાની હેઠળની જય મોગલ ટીમ રનર્સ અપ રહી હતી. મેન ઓફ ધી સીરિઝ શ્રી કેયૂર નાથાણી, બેસ્ટ બેટ્સમેન મંગલ માકાણી અને ટુર્નામેંટનાં બેસ્ટ બોલર તરીકે સૌથી નાની ઉંમરનાં ખેલાડી જીનય ગોર સન્માનીત કરાયા હતા. ટુર્નામેંટ ના આયોજન માં યુવક મંડળ ના સર્વશ્રી શરદ મોતા, અરુણ વ્યાસ, પરેશ મોતા, મેહુલ નાકર, પાર્થ માલાણી, કમલેશ માકાણી, હિતેશ મોતા, ભાવિક ગોર, વિકાસ ગોર, વિશાલ મોતા, મંગલ માકાણી, ભાવેશ મોતા, મનહર ગોર, સુમિત ગોર, શિવમ ગોર વિ. એ સહયોગ આપેલ હતું. મહિલા મંડળ દ્વારા પણ નાના બાળકો માટે વિવિધ ગેમ્સ અને હાઉઝી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લઈ ને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતું. વિજેતા થનાર તમામ બાળકો ઉપરાંત ભાગ લેનાર બધા બાળકોને દાતાઓ દ્વારા પુરસ્કાર આપવામાં આવેલ હતું. ત્યારબાદ જ્ઞાતિજનો માટે એક હાઉઝી ગેમ નું આયોજન પણ કરવા માં આવેલ. મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન મોતા, પ્રીતિબેન ગોર, વૈભવીબેન ગોર, ચાર્મીબેન મોતા, કુંજલ ગોર, પ્રિયંકા મોતા, પલ્લવી રાજગોર વિ એ જહેમત ઉઠાવેલ હતી. રેખાબેન નાકર, નિરૂપમાબેન ગોર અને મધુબેન વ્યાસ દ્વારા મહિલા મંડળ ની બહેનો ને માર્ગદર્શન આપવા માં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખશ્રી શંભુભાઈ વ્યાસ, ટ્રસ્ટીશ્રી રામચંદ્ર નાકર, હસમુખભાઈ નાકર, સતીશ મોતા, હરીશ માકાણી, વિકાસ રાજગોર વિ. આગેવાનો હાજર રહીને કાર્યકર્તાઓ, ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ હતું.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756