ગાંધીધામની યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઇ

ગાંધીધામની યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઇ
ગાંધીધામ શહેરના ચાવલાચોક નજીક રહેનાર ભાવિશા કલ્યાણીના આપઘાત પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરાઇ હોવા છતાં ફરિયાદ ન થતાં ન્યાયની માંગ સાથે ગાંધીધામ શહેરમાં કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરનાં ચાવલાચોક નજીક એસડીએક્સ નોર્થ વિસ્તારમાં રહેનાર ભાવિશા કલ્યાણી નામની યુવતીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં બાદમાં તા. 24-12ના યુવતીની માતાએ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી. પરિવારજનોએ પુરાવા આપ્યા હોવા છતાં આ અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ હતભાગી યુવતીને ન્યાયની માંગ માટે ગત સાંજે શહેરના ઝંડાચોકમાં શ્રદ્ધાંજલિ આપવા તથા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. આ કેન્ડલ માર્ચમાં યુવતીને ન્યાયની માંગ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756