પાટણ સાયન્સ સેન્ટરમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો ધમધમાટ

પાટણ સાયન્સ સેન્ટરમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો ધમધમાટ: સાત જિલ્લાના 4000 સહભાગીઓએ લાભ લીધો
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 01 થી 06 એપ્રિલ 2025 દરમિયાન યોજાયેલ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ જેમ કે વર્ષ 2025ને ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજી વર્ષ જાહેર કરાયું જે અંતર્ગત એપ્રિલ મહિના દરમિયાન ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મહિનાની ઉજવણી સંધર્ભે ઇન્ટરેક્ટિવ ચર્ચા અને તેના વિવિધ પાસાઓને પર વૈજ્ઞાનિક-શો અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી તથા ડાયનોસોરના જીવન અને અંતના રહસ્યોને ઉજાગર કરતા વૈજ્ઞાનિક ચર્ચા અને શો, ઉપરાંત માટી વગરની ખેતી હાઇડ્રોપોનીક્સ ટેક્નોલોજી પર વર્કશોપ, તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંતને ઉજાગર કરતા ‘ડાયનાસોરનો અંત’, ‘મરીન વિજ્ઞાન’ અને ‘વિવિધ દરિયાઈ ટેકનોલોજી ‘ જેવા વિષય પર વૈજ્ઞાનિક-શો યોજાયા. જેમાં 7 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલી 24 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, તેમજ 2400 જેટલા સામાન્ય લોકોએ મળીને કુલ 4000થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 07 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એ.આઈ અને રોબોટિક્સ, જૈવવિવિધતા, જિનેટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા છ વિષય આવરી લેવાશે. દરેક કેમ્પ પાંચ દિવસનો હશે. જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઓ, આકાશ દર્શન, સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મો, ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પ માં નોંધણી માટે છેલ્લી તારીખ 24 એપ્રિલ 2025 છે.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે આ પ્રકારના વૈજ્ઞાનિક પ્રવૃતિઓ અને સમર સાયન્સ કેમ્પ શાળાના બાળકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત અને ઉત્સુક બનાવશે. જો સ્વ-પ્રેરિત શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કારકિર્દી બનાવવાનું શરૂ કરે, તો ભારતને વિશ્વમાં આત્મનિર્ભર સુપર પાવર દેશ બનતા કોઈ રોકી શકશે નહીં.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300