ગાયોમાં લમ્પી વાયરસમાં સેવા આપનાર ગૌરક્ષકોનું સન્માન કરશે હિન્દુ સેના

ગાયોમાં લમ્પી વાયરસમાં સેવા આપનાર ગૌરક્ષકોનું સન્માન કરશે હિન્દુ સેના
• લમ્પી વાય૨સ સમયે ગૌસેવકો તેમજ સરકારી અધિકારીઓ ની સેવા એળે નહીં જાય.
ગાયને સનાતન હિન્દુ ધર્મમાં પૂજનીય ગણવામાં આવે છે અને ગાયમાં શાસ્ત્ર અને વિજ્ઞાન બન્ને સમાયેલું છે. આપણી માતા તરીકે ગાયને સ્વીકારવામાં આવેલ છે ત્યારે ગૌવંશને કતલખાને જતા રોકવામાં ગૌરક્ષકોનું મોટું યોગદાન રહ્યું છે તેમજ જીવના જોખમે અને વળતી ફરીયાદનો સામનો કરી પણ ગૌમાતાને કત્લ થતાં અટકાવી છે. થોડા સમય પહેલાં જ ગાયોમાં લમ્પી જેવા વાયરસ આવતાં લાખોની સંખ્યામાં ગાયોના મોત નીપજયા હતાં પરંતુ તે સમયે ગૌરક્ષકો અને ગૌ સેવકોની સેવાથી કરોડો ગાયો લમ્પી વાયરસથી બચાવી લેવાય છે અને આ ગાય માતાને નવા જીવતદાન મળ્યાં છે. જેમાં પશુડોકટરો, સ૨કા૨ી અધિકારીઓએ પણ પીછેહટ કરી નથી અને પોતાના ધર્મ પ્રત્યેની ફરજ નિભાવી છે જેને લઈ હિન્દુ સેના ગર્વ અનુભવી રહી છે અને રાત દિવસ એક કરી આ સરકારી અધિકારીઓ તેમજ ગૌરક્ષકો, ગૌસેવકોએ કરેલ સેવા એળે નહીં જાય તે માટે તેમને ધન્યવાદ પાઠવી તેઓનું સન્માન પણ કરવામાં આવશે. આવું જામનગર શહેર હિન્દુ સેનાના પ્રમુખ દિપકભાઈ પિલ્લાઈએ તા.૨૭-૧૨-૨૦૨૨ ના પોતાના જન્મ દિવસે એક ગૌસેવક તરીકે ઉજવી સાથે આવતા સમયમાં માર્ચ માસ-૨૦૨૩ માં ૩૦૦ થી વધુ ગૌરક્ષકો તેમજ ગૌસેવકોના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં ગૌરક્ષકો તેમજ ગૌ સેવકોના નામની યાદી માટે જામનગરના હિન્દુ સેના પ્રમુખ દિપક પિલ્લાઈ (મો. ૭૦૯૬૫૮૩૪૨૯) ધીરેન નંદા (મો.૯૯૨૪૫૨૧૮૫૮) મયુર ચંદન (મો.૮૮૬૬૨૨૪૫૬૭) યોગેશ અમરેલીયા (મો.૯૭૧૨૧૭૯૫૧૧) મહાનામ વધેરા (મો.૮૧૪૦૦૬૯૭૫૬) નો સંપર્ક કરી નોંધણી કરાવવા પણ વધુમાં જણાવેલ હતું.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756