મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલ ની મુલાકાત

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલ ની મુલાકાત
કોરોના ની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેના આયોજનના ભાગ રૂપે વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાજી ની સતત દેખરેખ હેઠળ ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કોરોના ની આગામી પરિસ્થિતિ નો સામનો કરવા માટે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે જીલ્લાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલ ની મુલાકાત કરવામાં આવી.તેમજ સરકારી હોસ્પિટલમાં સાંસદ શારદાબેન પટેલે આપેલી સાંસદ ગ્રાન્ટ માંથી ૨૧ લાખ રૂપિયા નો PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જેણે હોસ્પિટલ દ્વારા અવર નવાર ચાલુ કરીને ચેક કરવામાં આવતો હોય છે. આજે પણ આ પ્લાન્ટ ચાલુ કરીને દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચે છે તે ચેક કર્યું હતુ હાલમાં હોસ્પિટલમાં કોરોના ની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેના આયોજનના ભાગ રૂપે કોરોના વોર્ડ ની મુલાકાત લઈને વ્યવસ્થા અને ઓક્સિજન કોન્સંટ્રેટર્સ વિષે પણ જાણકારી લીધી હતી આ ઉપરાંત મેડિકલ સ્ટોર ની પણ મુલાકાત લેવામાં આવી અને પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ ચકાસવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડો વિજય ભાઈ પટેલ તેમજ મુકેશભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરીને કોરોના સામે શહેર તાલુકા વાસીઓને કોઈ તકલીફ ના પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવા સુચના આપી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ પટેલ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ તથા સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756