ઠંડીથી ઠુઠવાતા ખુલ્લામાં સૂતા નિરાધારોને સેલ્ટર હાઉસમાં ખસેડાયા

ઠંડીથી ઠુઠવાતા ખુલ્લામાં સૂતા નિરાધારોને સેલ્ટર હાઉસમાં ખસેડાયા
Spread the love

ઠંડીથી ઠુઠવાતા ખુલ્લામાં સૂતા નિરાધારોને સેલ્ટર હાઉસમાં ખસેડાયા

જામનગર લોકાર્પણ : જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો,ભિક્ષુકો ને સમજાવીને સીટી બસ દ્વારા હાપા ખાતેના શેલટર હોમ મા શિફ્ટ કરવા માટે તા-23/12/22 થી દરરોજ રાતના દસ થી બાર દરમિયાન નાઈટ ડ્રાઇવ કરવામા આવે છે જેમા એસ્ટેટ ઓફિસર શ્રી નિતીન દીક્ષિત,સિક્યોરિટી ઓફિસર શ્રી સુનિલ ભાનુશાળી તથા તેમની ટીમ,દબાણ નીરીક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડી ના મેનેજરશ્રી વિપુલ વ્યાસ દ્વારા તા-27/12/22 ના પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના શ્રી અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસ ની વ્યવસ્થા કરવામા આવેલ છે આ નાઈટ ડ્રાઇવ મા આજરોજ 10 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમ મા આશ્રય આપવામા આવેલ છે.

તા. 23/12/22 થી તા.27/12/22 સુધીમાં કુલ 46 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમ મા આશ્રય આપવામા આવેલ છે. જામનગર મહાનગર પાલિકાના આ માનવતાવાદી અભિયાનમા જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દતાણી ,રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના ,ભાવેશભાઈ દતાણી, ભાવેશભાઈ તન્ના, વિરલભાઈ સોની , અનિલભાઈ ચાવડા તથા વાળા ભાઈ વકાતર પણ સંસ્થા ની મોબાઇલ વેન સાથે મહાનગર પાલિકાની ટીમ સાથે જોડાઈ ને સહયોગ આપેલ છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!