જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં સ્ટુડન્ટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં સ્ટુડન્ટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં ગઈ રાત્રે 1 વાગ્યે ડેન્ટલ કોલેજના સ્ટુડન્ટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું
જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે એકાદ વાગ્યાના અરસામાં અગાસી પર વિદ્યાર્થીના બર્થ ડેની સેલિબ્રેશનની પાર્ટી ચાલી રહી હતી, જે દરમિયાન બબાલ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પહોંચ્યો હતો, અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને મોડી રાત્રે પોલીસ મથકે લઈ આવ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે ડેન્ટલ હોસ્ટેલ પરિસરમાં તમામ વિદ્યાર્થીઓએ એકત્ર થઈને કામથી દૂર રહ્યા હતા, અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે ડીન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને મામલો ગરમાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની ડેન્ટલ કોલેજની હોસ્ટેલ પરિસરની અગાસીમાં ગઈકાલે રાત્રે ૧૨.૩૦ થી ૧.૦૦ વાગ્યાના અરસામાં એક વિદ્યાર્થીનો બર્થ ડે મનાવવામાં આવી રહ્યો હતો, અને બર્થડે સેલિબ્રેશનમાં દેકારો થતો હોવાથી આસપાસની કોઈ વ્યક્તિએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેથી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ બીજી પોલીસ વેન પણ આવી ગઈ હતી, અને ભારે ઘર્ષણ વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓને સીટી બી. ડિવિઝન પોલીસ મથકે બોલાવ્યા હતા. મોડી રાત્રી સુધી ચર્ચા ચાલ્યા પછી આખરે આજે સવારે તમામ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ આંદોલનનું રણશીંગુ ફૂંકયું હતું, અને ૨૦૦ થી વધારે સ્ટુડન્ટો પોતાના કામથી અળગા રહ્યા હતા.
હોસ્ટેલ પરિસરમાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા રાત્રીના સમયે આવનારા જવાબદાર પોલીસ કર્મચારીઓએ પોતાની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાનું જણાવી તેઓ સામે પગલાં લેવા માટે ડિન ડૉ. નયના પટેલ સમક્ષ માંગણી કરી હતી.
સમગ્ર મામલો ધ્યાનમાં લીધા પછી દિન દ્વારા તમામ સ્ટુડન્ટને દર્દીઓનો હિત ધ્યાનમાં રાખીને ફરજ પર ચડી જવાનું કહેતા તમામ સ્ટુડન્ટો ફરજ પર ચડી ગયા હતા ત્યારે ડીન દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756