માંગરોળ એ.આઈ.એમ.આઈ.એમ. ‘મીમ’ પાર્ટી દ્વારા સરકાર ને લેખિત રજુઆત કરવામા આવી..

માંગરોળ એ.આઈ.એમ.આઈ.એમ. ‘મીમ’ પાર્ટી દ્વારા સરકાર ને લેખિત રજુઆત કરવામા આવી..
માંગરોળ એ.આઈ.એમ.આઈ.એમ. ‘મીમ’ પાર્ટી દ્વારા માંગરોળ શહેર ને અડીને આવેલા ઓ. જી.વિસ્તાર ને નગરપાલિકાના અથવા નજીક ની ગ્રામ પંચાયત સાથે સમાવેશ કરવા સરકાર ને લેખિત રજુઆત કરવામા આવી..
પ્રાપ્ત વિગતો મુજબ એ.આઈ.એ.આઈ.એમ.પાર્ટી દ્વારા ગુજરાત સલકારને એક લેખિત રજુઆત કરીને જણાવેલ છે કે જુનાગઢ જીલ્લા ના માંગરોળ શહેર ને અડીને આવેલ વાડી વિસ્તાર ને ઓ.જી.વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે જેમા જેતખમ વિસ્તાર, ભુતડીકાદી વિસ્તાર,મકોડા વડલી વિસ્તાર,દાતાર મંજીલ વિસ્તાર વગેરે આવે છે જેમા કલુતપુર નો પણ સીમ વિસ્તાર આવે છે.
આ વિસ્તાર મા રહેતા આશરે પાંચ હજાર પરિવાર સાથે પંદર હજાર જેટલા ખેડૂત લોકો વસે છે જેમને પાણી,સ્ટ્રીટ લાઈટ,આરોગ્ય, શિક્ષણ,રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ અને વહિવટી સુવિધાઓ માટે પંચાયત ના હોવાના કારણે વંચિત રહેવું પડે છે. વધુમા આવકના દાખલા,જાતિના દાખલા,આધાર કાર્ડ,મા અમૃતમ કાર્ડ, વ્યકતિ લક્ષી યોજનાના લાભો,બેંકીગ સુવિધા,પશુ આરોગ્ય સુવિધા જેવી અનેક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.
જરુરી ફોર્મ મા સહી સિક્કાઓ માટે વહીવટી તંત્ર દ્વારા જવાબદારી નુ નિર્વહન કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત હસ્તકનો વિસ્તાર હોવા છતાં નગરપાલિકા મા મોકલી અરજદારો ને ધકકાઓ ખાવા પડતા હોય,અને જરુરી વહિવટી સ્પષ્ટતા ઓના અભાવે અધિકારીઓ જવાદારી સ્વીકારતા ના હોય,જેને કારણે પણ આ વિસ્તારમાના લોકોને ભારે અગવડતાનો અને હેરાનગતી નો ભોગ બનતુ હોય,અને ખાતાકીય અને માળખિય સુવિધાઓ થી વંચિત રહેવું પડતું હોય, આ સ્થિતિ ને નિવારવા માંગરોળ ખેતીવાડી વિસ્તારમાં રહેતા પરિવારોને માંગરોળ નગરપાલિકામા સમાવેશ કરવા અથવા વિકલ્પે દાતાર મંઝીલ,પાસે નો ખેતીવાડી વિસ્તાર નજીકના માનખેત્રા ગામની ગામની ગ્રામ પંચાયત સાથે આ રીતે કામનાથ રોડ ઉપર આવેલ માંગરોળ ખેતીવાડી વિસ્તારને નજીકના ઢેલાણા અથવા નવા-જુના કોટડા ગ્રામ પંચાયત સાથે સમાવેશ કરી નજીકના ગામની સાથે સમાવેશ કરવા અને તેમને વિકાસ નો લાભ મળે અને પ્રાથમિક સુવિધાઓ સહિતના લાભો ઉપલબ્ધ થાય તે માટે જરુરી સર્વે કરાવી આ બાબતે ન્યાયોચિત નિર્ણય કરી આ વિસ્તારની પ્રજાની સમસ્યા નો અંત લાવવા અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા વિનંતી સાથે એ.આઈ.એમ.આઈ.એમ.
પાર્ટીના જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે લેખિત રજુઆત કરેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756