જૂનાગઢ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓનું શિક્ષણની સાથે કૌશલ્યવર્ધન

જૂનાગઢ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓનું શિક્ષણની સાથે કૌશલ્યવર્ધન
Spread the love

જૂનાગઢ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓનું શિક્ષણની સાથે કૌશલ્યવર્ધન

 

વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી લોકોના દિલ જીત્યા

 

જિલ્લામાં કેરાળાપાતાપુરસમઢીયાળા અને માંગરોળમાં કાર્યરત છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

 

વિદ્યાર્થીનીઓએ જુલાતોરણ,પગલુસણિયાપેન સ્ટેન, ફ્લાવર પોઇન્ટમટુકી સહિતની વસ્તુઓ બનાવી

 

કિશોરી મેળાના સ્ટોલમાં વિદ્યાર્થીનીઓની વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ વસ્તુઓએ લોકોનું ધ્યાન ખેચ્યું

 

વિદ્યાર્થીનીઓની વસ્તુઓને માર્કેટ મળી રહે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આગળ આવી

                                                                    ખાસ અહેવાલ – સરમણ ભજગોતર

જૂનાગઢ : આજના સમયમાં બાળકોને શિક્ષણ સાથે કૌશલ્યનું પણ જ્ઞાન આપવામાં આવે છે. જેના થકી તે પોતાના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં આગળ વધી શકે છે. જૂનાગઢ જિલ્લાના કેરાળા, પાતાપુર, સમઢિયાળા અને માંગરોળ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં મધ્યમ વર્ગની દિકરીઓને શિક્ષણ સાથે છાત્રાલયની પણ સુવિધા આપવામાં આવે છે. આ દિકરીઓને અભ્યાસ સાથે કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવે છે. આ વિદ્યાર્થીનીઓએ જુલા, તોરણ, પગલુસણિયા, પેન સ્ટેન, ફ્લાવર પોઇન્ટ, મટુકી સહિતની વસ્તુઓ બનાવી લોકોનું દિલ જીતી લીધું છે.

મહિલા અને બાળ વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્ટમાંથી બનાવેલ બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. આ વસ્તુઓએ લોકોના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીનીઓની વસ્તુઓને બજારમાં માર્કેટ મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પણ આગળ આવી છે.

રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચલાવવામાં આવે છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગની દિકરીઓને અભ્યાસ કરે છે. જૂનાગઢ જિલ્લામાં ચાર સ્થળોએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં કેરાળા, પાતાપુર, સમઢીયાળા અને માંગરોળનો સમાવેશ થાય છે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો.૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે કૌશલ્યના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. જેના પરિણામે વિદ્યાર્થીઓએ જુલા, તોરણ, પગલુસણિયા, પેન સ્ટેન, ફ્લાવર પોઇન્ટ, મટુકી સહિતની વસ્તુઓ બનાવી છે. આ વસ્તુઓને કિશોરી મેળામાં પ્રદર્શન તરીકે મુકતા સૌ કોઇના દિલ જીતી લીધા હતા. આ મેળાની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શાંતબેન દિનેશભાઈ ખટારીયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!