કલેકટર શ્રી રચિત રાજ જિલ્લાના પાંચેય એસડીએમ સાથે બેઠક યોજી, પ્રજાલક્ષી કામગીરીની કરી સમીક્ષા

કલેકટર શ્રી રચિત રાજ જિલ્લાના પાંચેય એસડીએમ સાથે બેઠક યોજી, પ્રજાલક્ષી કામગીરીની કરી સમીક્ષા
કલેકટરશ્રીએ નવીન વિચારને અમલમાં લાવવા અધિકારીઓને કર્યા પ્રેરિત
જૂનાગઢ : કલેકટર શ્રી રચિત રાજે જૂનાગઢ જિલ્લાના પાંચે ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) સાથે બેઠક યોજી, પ્રજાલક્ષી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે વહીવટને નાગરિક કેન્દ્રિત બનાવવા અને નવીન વિચારને અમલમાં લાવવા માટે અધિકારીશ્રીઓને પ્રેરિત કર્યા હતા.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં રેવન્યુ ફાઈલ મોનિટરિંગ સિસ્ટમ (RFMS) હેઠળની વિવિધ અરજીઓના નિરાકરણ બાબતે સમીક્ષા કરતા કલેકટરશ્રીએ દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (IRCMS)હેઠળના મહેસુલી કેસો અને અને ઈ-ધરાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ઉપરાંત રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અંતર્ગતની વિવિધ યોજનાઓના પ્રગતિના અહેવાલની તાલુકાવાર કલેકટરશ્રીએ સમીક્ષા કરતા જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં ચૂંટણી શાખા હેઠળની વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં DSE અને PSE સહિત મતદાર યાદીમાં ડુપ્લીકેટ એન્ટ્રીના સંદર્ભે સૂચનાઓ આપી હતી. આ સાથે આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવાની કામગીરી પર ભાર મૂકવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેકટર કચેરીના જુદી-જુદી શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300