વ્યવસાયી રંગભૂમિની નાટ્યમંડળીઓ રાજ્ય સરકારની પ્રોત્સાહક સહાયનો લાભ મેળવી શકશે

વ્યવસાયી રંગભૂમિની નાટ્યમંડળીઓ રાજ્ય સરકારની પ્રોત્સાહક સહાયનો લાભ મેળવી શકશે
જૂનાગઢ : વ્યવસાયી રંગભૂમિની નાટયમંડળીઓને પ્રોત્સાહન આપવાની યોજના સરકાર શ્રી દ્રારા કાર્યરત છે. ગુજરાતના ગામેગામ ફરીને નાટકો કરતી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હોય તેવી ખાડાની નાટ્યમંડળીઓ તરીકે ઓળખાતી નાટ્યમંડળીઓને જ પ્રોત્સાહક સહાય આપવા અંગેની યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છુક નાટ્ય મંડળીઓએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના કલાકો દરમિયાન જૂનાગઢ જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ અથવા કમિશનરશ્રીની કચેરી વેબસાઈટ http://www.commi-synca.gujarat.gov.in પરથી વિનામુલ્યે અરજી ફોર્મ મેળવી નિયમોનુસાર ભરીને તા.૧૬/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢને મોકલી આપવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300