માનવતા ગ્રુપ દ્વારા કચ્છ જિલ્લા પોલીસ પ્રશાસન ની વિશિષ્ટ કામગીરીઓ ની પ્રસંશા કરાઈ

માનવતા ગ્રુપ દ્વારા કચ્છ જિલ્લા પોલીસ પ્રશાસન ની વિશિષ્ટ કામગીરીઓ ની પ્રસંશા કરાઈ
ટૂંકા ગાળામાં વિવિધ પ્રકારના ગુનાઓ નું નિવેડો લાવવામાં આવ્યું.
ગાંધીધામ : પૂર્વ કચ્છ તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ટૂંકા ગાળામાં વિવિધ પ્રકાર ના ગંભીર ગુનાઓ ને સુલજાવી નિવેડો લાવી દીધા છે અને પ્રજા માં પોલીસ પ્રશાસન પ્રત્યે વધું વિશ્વાસ નું નિર્માણ થયું છે તેમ માનવતા ગ્રુપ દ્વારા અખબારી અહેવાલ માં જણાવાયું છે.
માનવતા ગ્રુપ ના પ્રમુખ ગોવિંદ દનિચા એ જણાવ્યુ હતું કે કચ્છ પોલિસ પ્રશાસન ના જુદાં જુદાં વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી સતત લોકો માટે શિરદર્દ સમાન ગુનાઓ જેવા કે ઘડફોડ ચોરીઓ, લૂંટ, સાયબર ક્રાઇમ, વાહનોની ચોરીઓ, મોટી માત્રા માં દારૂ પકડી પાડવું, જુગારીઓ ને રંગે હાથ ઝડપી પાડવા, ચિલ ઝડપ, ખૂનના ગુનાઓ માં સંડોવાયેલા મનાતા ગુનેગારો ને પોલિસ વિભાગ દ્વારા ત્વરિત ઝડપી પાડી અત્યંત અસરકારક કામગીરી કરી છે જેનાથી લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. નવ વર્ષ નિમિતે પણ પોલીસ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેનાથી કોઇ અઇચ્છનીય બનાવો બનયા નહતા.
ભવિષ્ય માં પણ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ રીતે જ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરાશે જ તેમ શ્રી દનિચા એ જણાવ્યુ હતુ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300