રોહિતભાઈની વાર્તા વિદ્યાર્થીઓમાં પ્રિય બની

રોહિતભાઈની વાર્તા વિદ્યાર્થીઓમાં પ્રિય બની
રાખેરા નામનો રાક્ષસ ગામે ગામ માણસો ખાય છે.’
બળુકી પ્રાતી દીકરી તેનો સામનો કરી રહી છે,
પાલિતાણાનાં વિદ્યાધામોમાં આજકાલ સુકલકડી કાયામાં લીલાંછમ ઉત્સાહ અને પ્રેરક ઉર્જા સાથે વિદ્યાર્થીઓને વાર્તા કહેતાં રોહિત ગોટી જોવા મળે છે. શરૂઆત કરતાં તેઓ કહે ; આજે એક રાખેરા નામનો ભયાવહ રાક્ષસ ગામેગામ ટપોટપ માણસનું મારણ કરતો આગળ વધી રહ્યોં છે. આપણા બધા સુધી પણ એ પહોંચી ગયો છે. પરંતુ રાક્ષસી માયાને કારણે આપણે તેને આખરી સમય સુધી જોય શકતા નથી. પણ દૈવી ચેતના સભર એક કન્યા નામે પ્રાતી એ ગોપાલ કૃષ્ણની સાધના કરી એ રાક્ષસ નું મારણ આશીર્વાદ રૂપે મેળવ્યું છે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાડી રહસ્ય ઉદ્ઘાટન કરતાં કહે છે કે રાક્ષસ રાખેરા એટલે રાસાયણિક ખેતીનો રાક્ષસ અને પેલી લોઠકી દીકરી એટલે પ્રાકૃતિક ખેતી. પછી પ્રશ્ન કરે છે કે આપણે એ પરમાર્થી દીકરીને રણમેદાનમાં એકલી છોડી દઈશું કે તેનો સાથ દઈશું ? સાથ દેવા માટે ખેડૂત સંતાનો પોતાના માતા પિતા શેઢા પડોશી ગ્રામજનોને ગૌ આધારીત પાપ મુક્ત ખેતી કરવાં પ્રેરિત કરે અને અન્ય સમાજ પ્રાકૃતિક આહાર આરોગે. અને સૌ પ્રાકૃતિક અન્ન ફળ શાકભાજી મસાલાં ઉગાડતાં પકવતાં ખેડૂતો અને વેચતાં વેપારીઓને મળી ગુલાબ ફૂલ આપી તેને અભિનંદન આપે, પ્રોત્સાહન આપે. અને આ રીતે આત્મનિર્ભર નીરોગી સશક્ત અને સમૃદ્ધ ભારત નિર્માણ માં સહયોગ કરે.
‘સ્વાસ્થ્ય સર્વદા’ શૃંખલા અંતર્ગત તા. 5. 1. 2023 ના રોજ શેત્રુજી ડેમ ખાતે શ્રીમતી પી. એન. આર. શાહ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ પાલિતાણા ના એન. એસ. એસ. યુનિટની વાર્ષિક શિબિરમાં સ્વયંસેવીકા બહેનોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે જમીન જળ જીવસૃષ્ટિ માનવ આરોગ્ય અર્થતંત્ર ઉપરાંત મન અને વિચાર શુધ્ધિ સાથે આધ્યાત્મિક ઉન્નતિની માસ્ટર કી છે તે પ્રમાણ આપી સમજાવ્યું. નરેન્દ્ર ત્રિવેદી એ રાષ્ટ્રીય યુવા દિન અનુરૂપ વાત કહીં.
તા.6.1.2023 ના રોજ ઉન્નતિ વિદ્યાલય, જામવાળી અને સાંદિપની વિદ્યાલય માનવડ ખાતે ધો. નવ નાં વિદ્યાર્થીઓને સામાજીક વિજ્ઞાન વિષયમાં નવા ઉમેરાયેલ પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણ ભણાવતા આ વિષયના તજજ્ઞ અને આ અભિયાન ના પાયાનાં પથ્થર એવાં રોહિત ગોટી એ વિદ્યાર્થીઓને તલસ્પર્શી જ્ઞાન આપ્યું. આ ઘટના શાળા પરિવાર માટે જાણે કોઈ કાવ્ય કે પાઠ ના સર્જક જ એ ભણાવવા આવે તેવી – ‘સર્જક સંગ સંવાદ’ જેવી યાદગાર બની રહી. વિજય ચૌહાણ ભરત માંડલીયા ચીરાગ બ્રહ્મભટ્ટ નું કાર્યક્રમ આયોજન માં યોગદાન રહ્યું. પાલિતાણા શહેર તાલુકાની શાળાઓમાં આ પહેલને ભારે આવકાર મળી રહ્યો છે.
રિપોર્ટ : હરેશ જોશી કુંઢેલી (તળાજા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300