માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરો સામેની લડતમાં જાગૃતિ ફેલાવવા લોકદરબાર યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી શ્રી કોડીયાતર સાહેબ ની અધ્યક્ષતામાં ડીવીઝન નો વ્યાજખોરો સામે ફરિયાદ ના આધારે કડક કાર્યવાહી કરવા માટે લોકદરબાર યોજવામાં આવ્યો હતો
માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરો સામે અવાજ બુલંદ કરવા સરપંચો, આગેવાનો અને શ્રમિકો સાથે લોકદરબાર યોજયો હતો.લોક દરબારને સંબોધન કરતાં ડી.વાય.એસપી. કોડિયાતર સહેબે જણાવ્યું હતું કે, શહેરમાં કે ગામમાં લાઈસન્સ કે પરવાના વગર ગરીબ અને શ્રમિક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની પાસેથી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
વ્યાજખોરો ની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુક્ત કરાવવા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા ખુબજ મહત્વ નિર્ણય ના ભાગરૂપે માંગરોળ મા પણ ડી.વાય.એસ.પી શ્રી કોડીયાતર સાહેબ ની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે માંગરોળ પોલીસ સ્ટેશનના પટાંગણમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને આતકે જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ પણ લોકો વ્યાજ ની ચુંગાલમાં ફસાયેલા હોય તેવા પીડિત લોકો કોઈપણ જાતના ડર વગર પોલીસ મા ફરિયાદ નોંધાવે અને જો આવા પીડિત વ્યક્તિ જાહેર મા જાણ કરતા ડરતા હોય તો જે તે તાલુકા ના પી.એસ.આઇ.,પી.આઈ. તેમજ ડી.વાય.એસ.પી. સાહેબ શ્રી ને કોઈ પણ સમયે ખાનગીમાં મળી ને કોઈપણ જાતનો ડર રાખ્યા વગરજ આ બાબતે આવા વ્યાજખોરો સામે લેખિતમાં ફરિયાદ નોંધાવે તેવુ પણ પોલીસ અધિકારી ઓ દ્વારા આતકે જણાવવામાં આવ્યું હતું અને આવા પીડિત ફરીયાદી ને પોલીસ દ્વારા પુરતુ રક્ષણ પણ આપવામાં આવશે અને આવા ફરિયાદીઓ ના નામો પણ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી બાંહેધરી પણ આતકે આપવામાં આવી હતી
નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ મથકના હદ વિસ્તારમાં રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણાં ધીરધારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. નિયત ધીરધારો સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દરની રકમ વસૂલ કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરશે તો તે ગંભીર સજાને પાત્ર ઠરશે. શહેરમાં આવા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેમાં જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી લોકોને વ્યાજખોરોની બદીને ડામવા માટે પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.
સીસીટીવી કેમેરાઓ લગાવવાથી થતા ફાયદાઓ વિસે પણ ખુબજ વિસ્તૃત માહિતીઓ આપવાની સાથે એવું પણ જણાવ્યું હતું કે અગ્રણી આગેવાનોએ સાથે મળી શક્ય એટલી વધારેમાં વધારે જગ્યાઓ એ સિસિટીવી કેમેરાઓ લગાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી જેથી કરી સીસીટીવી ફુટેજને આધારે પોલીસને ગુનો કરી નાસિજતા ગુનેગારને તાત્કાલિક ઝડપી પાડવામાં ખુબજ સરળતા રહે
આતકે લોકો દ્વારા પણ ખુલ્લા દિલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી માંગરોળની ટ્રાફિક સમસ્યા તેમજ શહેરના મુખ્ય પોઇન્ટ ઉપર હેડ.કોન્સ્ટેબલ અથવા એ.એસ.આઇ. મુકવામાં આવે તેમજ માંગરોળ માળીયા વિસ્તારની કેટલીક જરૂરી જગ્યાએ બેરીટેક મુકવા તેમજ જરૂરી વિસ્તારમાં સીસી ટીવી કેમેરા મુકવામાં આવે સહિત ની ઉપસ્થિત લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા ખુબજ સંતોષ કારક જવાબો પણ આપવામાં આવ્યા હતા અને લોકોના મૂંઝવતા પ્રશ્નો ને ઉકેલવા માટે ખાત્રીઓ પણ આપવામાં આવી હતી
લોક દરબારમાં મરીન પી. આઈ.સાટી સાહેબ માંગરોળ પી.એસ.આઇ. સોલંકી મેડમ માળીયા પી. એસ.આઇ. ચાવડા સાહેબ, ચોરવાડ પી.એસ.આઇ. શીલ પી.એસ.આઇ. ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં માંગરોળ નગરપાલિકા પ્રમુખ ઝાલાભાઇ, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,મંત્રી પ્રફુલભાઈ નાંદોલા,મહેશભાઈ મેરવાણા, લોએજ ગામના સરપંચ રવિભાઈ નંદાણીયા, શીલ ગામના સરપંચ જયેશભાઈ ચુડાસમા સહિત આજુબાજુ ગામના સરપંચશ્રી ઓ અગ્રણી આગેવાનો, પત્રકાર મિત્રો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ઉપસ્થિત અગ્રણી આગેવાનોનું માંગરોળ પી. એસ.આઇ. સોલંકી મેડમ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું
આભાર વિધી ચોરવાડ પી. એસ.આઇ. ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવી હતી
સમગ્ર કાર્યક્રમ નુ ખુબજ સુંદર સંચાલન જેમની હાજરી માત્ર થીજ કોઈ પણ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જતા હોય છે એવા જાણીતા ઉડઘોસક શ્રી રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300