કેશોદ ખાતે રેલવે અંડર બ્રિજની કામગીરીના પગલે વાહનો માટે અવર-જવર પ્રતિબંધ

કેશોદ ખાતે રેલવે અંડર બ્રિજની કામગીરીના પગલે વાહનો માટે અવર-જવર પ્રતિબંધ
Spread the love

કેશોદ ખાતે રેલવે અંડર બ્રિજની કામગીરીના પગલે વાહનો માટે અવર-જવર પ્રતિબંધ

 વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

જૂનાગઢ :  કેશોદ શહેર ખાતે રેલવે અન્ડરબ્રીજની કામગીરીના પગલે ચાર  ચોક ખાતે માંગરોળ થી મેંદરડા ને જોડતા રસ્તા પરથી પસાર થતા વાહનો માટે તથા જૂનાગઢ થી વેરાવળ વાયા કેશોદ સિટીના રસ્તા પરથી પસાર થતા વાહનો માટે અવરજવર  ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

કેશોદ શહેર ખાતે ફાટક નંબર ૧૦૧/ સીસી ઉપર રેલવે અંડરબ્રિજના બાંધકામની કામગીરી શરૂ હોય  વાહનચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન થઈ શકે તે હેતુસર ઉપરોક્ત રૂટ ઉપર થી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ તેના વૈકલ્પિક રૂટ તરીકે જૂનાગઢ વેરાવળને જોડતો નેશનલ હાઈવે ૧૫૧ (કેશોદ બાયપાસ), LC NO 100 દિપાર્તી  ફર્નિચર થી એરપોર્ટ રોડ થી ફુવારા ચોક સુધી ‌ ના રૂટ નો ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમ (આંક૨૨)  ની કલમ ૧૩૧ માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૧/૩/૨૦૨૩  સુધી અમલમાં રહેશે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!