વિસાવદરના બિલખામાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

વિસાવદરના બિલખામાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
૪૦૦થી વધુ પશુપાલકો-ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે થતા પશુપાલનની જાણકારી મેળવી
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જૂનાગઢ : વિસાવદરના બિલખા ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિરમાં ૪૦૦થી પશુપાલકો- ખેડૂતોએ લાભ લીધો હતો. જેમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયતના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારે પશુપાલકો ખેડૂતો આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વૃદ્ધિ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આ યોજનાઓનો લાભ મેળવવાની સાથે જ ખેડૂતો-પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે થતું પશુપાલન અપનાવે તે ખૂબ જરૂરી છે. ત્યારે શ્વેતક્રાંતિને વધુ સારા ફળ મેળવી શકીશુ.
આ પ્રસંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કિરીટ પટેલ અને સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ પ્રાસંગિક સંબોધન કરતા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિર, મદદનીશ પશુ નિયામક ડો. ડી.ડી.પાનેરા, મદદનીશ પશુપાલન નિયામક ડો.એ.પી.ગજેરાએ પશુ સંવર્ધન, પોષણ, માવજત, રસીકરણ સહિત પશુ આરોગ્યના મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે પ્રગતિશીલ ખેડૂત શ્રી લુણાગરિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે ઉડાણપૂર્વક જાણકારી આપી હતી.
આ જિલ્લાકક્ષાની પશુપાલન શિબિરનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટોળીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરેન્દ્રભાઈ સાવલીયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનકભાઈ ભોજક, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મુક્તાબેન હરિભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ઠુંમર, બિલખાના સરપંચ શ્રી અનિલભાઈ સાંબલપર, ભાલપરાના સરપંચ શ્રી રમેશભાઈ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300