જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બાબરા ગામે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બાબરા ગામે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માળિયા તાલુકાના બાબરા ગામ ખાતે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માળિયા તાલુકાના બાબરા ગામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામની કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખીવન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાઓ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર,૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દિકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
તેમજ કોઈપણ મહિલાને કટોકટીની સ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ પોતાની અને અન્ય મહિલાઓની સુરક્ષા અને કલ્યાણ માટે કેવી રીતે લાભ મેળવી શકે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300