ઉતરાયણના ઉત્સવની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ઉતરાયણના ઉત્સવની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ભાઈ-બહેનોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વની શુભકામનાઓ પાઠવી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવા વર્ષનો આ પ્રથમ તહેવાર પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા અને પ્રેમ પ્રસરાવે એવી શુભકામના વ્યક્ત કરી છે.
જેમ રંગબેરંગી પતંગો આભમાં નવી ઊંચાઈને આંબે છે એમ પરસ્પર સ્નેહ, સૌહાર્દ અને સંવેદનાની લાગણી નવી ઊંચાઈને આંબે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
જીવ માત્રની સલામતી જળવાય એ રીતે સંયમ, સાવચેતી અને જવાબદારીપૂર્વક ઉતરાયણ ઉજવવા તેમને સૌ ભાઈ-બહેનોને અપીલ કરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300