જામનગરમાં મકરસંક્રાતિ ના તહેવાર નિમિત્તે બજારોમાં ચીકી-ખજૂરનું ધૂમ વેચાણ…

જામનગરમાં મકરસંક્રાતિ ના તહેવાર નિમિત્તે બજારોમાં ચીકી-ખજૂરનું ધૂમ વેચાણ…
Spread the love

જામનગરમાં મકરસંક્રાતિ ના તહેવાર નિમિત્તે બજારોમાં ચીકી-ખજૂરનું ધૂમ વેચાણ…

જામનગર શહેરમાં મકરસંક્રાતિ ના તહેવાર નિમીતે બજારોમાં ચીકીની વિવિધ આઇટમો તથા ખજુર વગેરે આઇટમોનું વેચાણ જોવા મળી રહ્યું છે. બજારોમાં હાલ તો કોઇ ખાસ્સી ઘરાકી જોવા મળતી નથી, તો ચીકીની વિવિધ આઇટમોમાં કિલોના વેચાણમાં ૧૦ થી ૨૦ રૂપિયા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓને મકરસંક્રાતિ પૂર્વે સારા વેચાણીની આશા છે. પરંતુ હાલ તો બજારોમાં ખજુર, ચીકી ની વિવિધ આઇટમો તલ-બી ની લાડુળી, મમરાના લાડવા, માંડવીપાક જેવી અનેક આઇટમો જોવા મળી રહી છે.

આવતીકાલે ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે, તહેવાર પૂર્વે બજારોમાં અવનવી નાની-મોટી પતંગો તેમજ ચીકી ની વિવિધ આઇટમોનું વેચાણ થઇ રહ્યુ છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જામનગર ની બજારમાં પતંગ-દોરા તેમજ ચીકી,ખજુર જેવી વિવિધ ખાદ્ય આઇટમોમાં હાલ તો કોઇ ખાસ ઘરાકી જોવા મળતી નથી, પરંતુ જામનગર ના વેપારીઓને આશા છે કે છેલ્લા દિવસોમાં સારી એવી ઘરાકી નિકળશે અને બાળકો, યુવાનો સહિત શહેરીજનો આવનારી મકરસંક્રાતિ ના તહેવારને ભારે ઉલ્લાસભેર ઉજવશે તેવું બજારના વેપારીઓ કહી રહ્યા છે. મકરસંક્રાતિને હવે થોડી જ કલાકો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં જાત-જાતની ચીકીની આઇટમો જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વ ના દિવસે ધાબા ઉપર પરિવારો સાથે ચીકી તેમજ બીજા નાસ્તા કરવાની મજા કંઇક અલગ જ હોય છે, તો ઘણા લોકો ઘરમાં જ ચીકી ની વિવિધ આઇટમો બનાવતા હોય છે, જેમાં ખાસ કરીને તલ, માંડવીના બી તથા ગોળ મિશ્રિત લાડુળી મહિલાઓ બનાવે છે. જામનગર બજારના વેપારીએ જણાવ્યા મુજબ માંડવી-પાક કિલોનો ૧૪૦ થી લઇ ૧૮૦ તથા તલપાક ૨૦૦, મમરાના લાડુના પેકેટના ૧૦, લાડુળી (તલ) કિ.૨૫૦, બીની લાડુળી ૨૦૦ રૂપિયા જેવો ભાવ જોવા મળી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦ થી ૨૦ રૂપીયા કિલોએ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ તો બજારોમાં ચીકી ની વિવિધ આઇટમોનું સાધારણ વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ જામનગર વેપારીઓને આશા છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બજારોમાં સારી એવી ઘરાકી જોવા મળશે…

રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!