ખેડબ્રહ્મા: ઇનોવેશન ફેર યોજાયો.

ખેડબ્રહ્મા: ઇનોવેશન ફેર યોજાયો.
ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર આવેલી ગુજરાતની નંબર વન એશિયન ટાઇલ્સ ગ્રેનિટો દ્વારા સંચાલિત ડિપ્લોમા પોલીટેકનિક સંસ્થા દ્વારા ડિપ્લોમા પોલિટેકનીક માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો
પોલિટેકનિક સંસ્થામાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનું પ્લેટફોર્મ પોલિટેકનિક સંસ્થા એશિયન ટાઇલ્સ વડાલી કોલેજ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
ખૂબ નજીવા ખર્ચે, કોઈપણ કૃતિ કઈ રીતે તૈયાર થાય, અત્યારના જમાનામાં જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ ખૂબ ઓછા ખર્ચે કેવી રીતે તૈયાર થાય
તે માટે વિદ્યાર્થીઓએ ખુબ જ હેમત ઉઠાવી હતી અને જુદા જુદા મોડેલ્સ તૈયાર કર્યા હતા. જેમાં કેટલાક વર્કિંગ મોડેલ્સ પણ હતા.
કોરોના મહામારી ને લગતા કેટલાક ઉપકરણો ઓછા બળે વધુ ઝડપથી કામ કરી શકાય વાહન વ્યવહાર ક્ષેત્રે એકસીડન્ટના કેસો ન બને તે માટે વિવિધ ઉપકરણો દ્વારા મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા
તમામ વિદ્યાર્થીઓએ આ ઇલેક્ટ્રોનિક્સ યુગમાં ઉપયોગી ઉપકરણો બનાવી મોડેલ્સ નું નિદર્શન કરવા માટે આવનાર આમંત્રિત મહેમાનોના દિલ જીતી લીધા હતા.
પ્રાથમિક કક્ષાના બાળકોને આવા ડેમો દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણો બતાવવામાં આવે તો વેસ્ટ ફ્રોમ બેસ્ટ નો ઉપયોગ કરી ઓછા ખર્ચે કૃતિઓ બનાવી જનહિત માટે ઉપયોગમાં લઈ શકાય
એશિયન ટાઇલ્સ પોલિટેકનિક સંસ્થાના આચાર્ય શ્રી આમંત્રિત મહેમાનોનું ભાવ સભર સ્વાગત કર્યું હતું અને વિવિધ ઉપકરણો અને મોડેલસોની મુલાકાત કરાવી હતી.
સાથે પોલીટેકટીક સંસ્થાના આમંત્રણની માન આપી હાજર રહેવા બદલ શ્રી જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશ પટેલ શારદા વિદ્યામંદિર વડાલીના આચાર્ય ગૌતમભાઈ ભટ્ટ, જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર તેમજ વિવિધ સ્કૂલોમાંથી આવેલા આચાર્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
આ કાર્યક્રમમાં ઇડર વડાલી તાલુકા ના ધારાસભ્ય રમણલાલ વોરા, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તખતસિંહજી હડિયોલ, જયંતીભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300