અંબાજી પંચાયતનું ડોર ટુ ડોર વેરાની સ્થળ વસુલાત, વેપારીઓમાં ફફડાટ ફેલાયો

અંબાજી પંચાયતનું ડોર ટુ ડોર વેરાની સ્થળ વસુલાત, વેપારીઓમાં ફફડાટ ફેલાયો
શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે મકાનો અને દુકાનો સહીત ઘણી હોટેલો ગેસ્ટ હાઉસ, ફ્લેટ, બંગલા અને વાણિજય એકમો આવેલા છે. અંબાજી ગ્રામ પંચાયતની મુખ્ય આવક વેરાની રકમ છે પરંતુ નવાઈની વાત એ છે કે અંબાજીના કેટલાક વગદાર અને ઓળખાણ ધરાવતા વેપારીઓ અને મકાન ધરાવતા લોકો વ્યવસાય વેરો સમયસર ભરતા નથી અને બીજા પણ લોકો મિલ્કત વેરો પણ ભરતા નથી એટલે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નોટીશ અપાઈ હતી અને લોકોને માહિતી મળે તે માટે રિક્ષા ફેરવી જાગૃત કરાયા હોવા છતાં મોટાભાગના લોકોએ વેરો ભરેલ નથી એટલે ગ્રામ પંચાયત દ્વારા આજે સાંજે સ્થળ પર મિલ્કત વેરો લઈ કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ઉપાડતા અંબાજીના બજારોમાં સોપો થઈ ગયો હતો.
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા માહીતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ ઝુંબેશ 4 થી 5 દીવસ ચાલશે અને જે લોકો વેરો નહી ભરે તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. આજે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી. સ્થળ પર મિલ્કત સીલ કરવા જતા 11 દુકાન ધારકોએ રૂપિયા આપેલ હતા. સીલ કર્યા બાદ 4 દુકાન ધારકોએ રૂપિયા ભરતા તેમની મિલ્કતો ખોલી અપાઈ હતી. આમ આજે ગ્રામ પંચાયતને અંદાજે 3.5 લાખની આવક થઇ હતી.
@@ વેરો અંબાજીમાં કરોડો રૂપિયાનો બાકી @@
અંબાજી ખાતે ગામ મા નાના વેપારીઓ પાસે કડક કાર્યવાહી કરતી ગ્રામ પંચાયત મોટા માથા સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી તેમની મિલ્કતો સીલ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે. અંબાજી ખાતે આવા કામોમાં નાના વેપારીઓ ભોગ બનતા હોય છે અને મોટી માછલીઓ છટકી હતી હોય છે.
@@ મંગળવાર થી અભિયાન કડક ચાલશે @@
અંબાજી ગ્રામ પંચાયતની આવક વધે અને વેરો વસુલાત ઝડપી પૂર્ણ થાય તે માટે વ્યવસાય વેરો અને મિલ્કત વેરો ભરવા મા આળસ કરતાં લોકો સામે ગ્રામ પંચાયત કડક કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી હતી.
@@ નાયબ ટીડીઓ ચૌધરી સાહેબની સુંદર કામગીરી @@
આજે શરૂ થયેલા કેમ્પેઇનને પગલે અંબાજી નાં વેપારીઓ સ્થળ પર વેરો આપવા મજબૂર થયાં હતા અને વેરો ભરતા હાશકારો અનુભવ્યો હતો, આજની કામગીરીમાં નાયબ ટીડીઓ ચૌધરી સાહેબની કામગીરી સુંદર રહી હતી. ગ્રામ પંચાયતની ટીમ સાથે ટીડીઓ સાહેબની ટીમ અને અંબાજી પોલીસની ટીમ પણ હાજર રહી હતી
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300