કૃષિ ઋષિના વહારે સંત, 200 ખેડૂતો સંગાથે પ્રાકૃતિક ખેતી માટે યજ્ઞ પ્રસાદ સત્સંગ યોજાયા

કૃષિ ઋષિના વહારે સંત, 200 ખેડૂતો સંગાથે
પ્રાકૃતિક ખેતી માટે યજ્ઞ પ્રસાદ સત્સંગ યોજાયા
સૌરાષ્ટ્રના સંતોની વિશેષતા ભજન અને ભોજન. સાત્વિક ભોજન ભજનને બળ આપે. અશુધ્ધ ઝેરી ભોજન ભજનમાં બાધક બને. એટલે ન માત્ર સંતગણ અને શિષ્ય સમુદાય પણ તમામ લોકો સત્વશીલ સ્વાદીષ્ટ અને સુગંધી એવો ખોરાક આરોગે તેવી ચિંતા સંત કરી રહ્યાં છે. ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા પાકે તે જ ખોરાક સૌ આરોગે અને નીરોગી દીર્ઘાયુ જીવન જીવે તેવી કલ્યાણકારી ભાવનાથી લાલગીરી બાપુ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. પાલિતાણા પંથકમાં જાણીતી જાગતી જગ્યા એવા સ્થાન વિજયગીરી બાપુ આશ્રમ સગાપરાની ધારે એક હાંકલે આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી મકરસંક્રાંતિના પાવન પર્વની સંધ્યાએ 200 ખેડૂતો એકત્ર કરી પ્રાકૃતિક ખેતી વિસ્તાર ના ઉદ્દેશ સાથે યજ્ઞ અને સત્સંગ યોજેલ. આ પ્રસંગે રોહિતભાઇ ગોટીએ મૂળ ભારતીય કૃષિ વિદ્યા વિશે વિગતે દ્રષ્ટાંત સાથે વાત કરેલ. પવિત્ર વાતાવરણમાં ખેતીની સાચી પધ્ધતિ અનુસરવા અનેક ખેડૂતોએ સંકલ્પ લીધાં. આગામી દિવસોમાં વિશાળ ખેડૂત સંમેલન સંતોના આશીર્વાદ સાથે યોજવાનો પણ નિર્ણય થયો. સંતોના આશીર્વાદથી થતાં દરેક કર્યો અનેકગણા ફળદાયી થશે અને નાગરિક આરોગ્ય સુધારણા સાથે જમીન જળ વાયુ પણ શુદ્ધ થશે. ભારત આત્મ નિર્ભર થઇ આર્થિક મહાસત્તાના માર્ગે વેગ સાથે આગળ વધશે તેવાં વિશ્વાસ સાથે સૌએ પ્રભુ પ્રસાદ ગ્રહણ કર્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300