ધોરણ છ થી બારના બાળકો માટે ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ

ધોરણ છ થી બારના બાળકો માટે ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ
શિવા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મંગલેશ્વર, શ્રી હરિ :ઓમ સત્સંગ મંડળ અને મહાજન શક્તિ દળ રાજપીપળા -અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શુકલતીર્થથી ભારદ્વાજ આશ્રમ, મંગલેશ્વર સુધીની ધોરણ છ થી બારના બાળકો માટે સૌપ્રથમવાર ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ હતી.
આ દોડનું આયોજન શિવા શક્તિ ટ્રસ્ટના કામિનાબા રાજ અને મંત્રી ……તથા નર્મદા સ્કૂલના શિક્ષકો તેમજ મંગલેશ્વર ગામના કર્મઠ કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું.
આશરે 350 વિદ્યાર્થી/વિધાર્થીનીઓએ ભાગ લઈ શુકલતીર્થ થી મંગલેશ્વર સુધીનો રસ્તો ઉત્સાહથી ભરી દીધો હતો, એટલું જ નહીં પણ રસ્તા પર લોકોએ કૌતુક દાખવી વિડીયો તેમજ ફોટાઓ પણ પાડ્યા હતા.!!
આ કાર્યક્રમ મા મુખ્ય અતિથિ તરીકે કેતન દેસાઇ આવ્યા હતા જેઓ રનિંગ ઈન્ડસ્ટ્રી મા ફિટ માઈન્ડ તરીકે ઓળખાય છે , પ્રશાંત પટેલ સ્પોર્ટ્સ કન્વીનર આવ્યા હતા જેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા,
આ પ્રસંગે શિવા શક્તિ ટ્રસ્ટના કામિનાબા તેમજ બી જે પી સ્પોર્ટ્સ કન્વીનર પ્રશાંત પટેલ તરફથી બાળકોને ફ્રૂટ જ્યુસ આપવામાં આવેલ.
મહાજન શક્તિ દળના સ્નેહાબહેન તેમજ નિર્મળાબહેન દ્વારા વિજેતા બાળકોને મેડલ આપી નવાજવામાં આવેલ
શ્રી હરિ :ઓમ સત્સંગ મંડળ તરફથી ભાગ લેનાર તમામ બાળકને ‘થર્મલ’ સપ્રેમ આપતા બાળકો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તેમજ વિજેતાઓને શિવા શક્તિ ટ્રસ્ટ તરફ થી ઈનામો આપવામાં આવ્યા સમાપન વેળાએ શ્રી હરિ :ઓમ સત્સંગ મંડળના મંત્રી શ્રી નીતિન રામીએ બાળકોને સૂર્યને અર્ધ્ય આપવા, ભગવાનને પોતાના મિત્ર બનાવી પોતાનું સુખ દુઃખ વહેંચવા જણાવેલ હતું. પુર્ણાહુતિ પ્રસંગે મંગલેશ્વર ગામમાં 36 વર્ષથી રહેતા અને સુરત આશ્રમના ટ્રસ્ટી એવા શ્રી રજનીભાઈ , ભારદ્વાજ આશ્રમના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને હાલના મેનેજર શ્રી ગોવિંદભાઈ ,પૂજ્ય
શ્રીમોટાના પ્રખર અનુરાગી શ્રી જગજીવનભાઈ મોદી, પૂજ્ય શ્રીમોટા સદગુરુને જોતા જેમની આંખમાંથી અશ્રુઓ ઝરતા એવા મંગલેશ્વર ગામના શ્રી ગુમાનસિંહના પુત્ર શ્રી પંકજ રાજ હાજર રહેલ.
શ્રી હરિ:ઓમ સત્સંગ મંડળના સંયુક્ત મંત્રી રજની પટેલ, કાર્યકરો શ્રી યોગેશ શાહ ,દક્ષા રામી, મીનાબહેન પરીખ, અલકાબહેન શાહ દ્વારા ઉપસ્થિત મહેમાનોને પૂજ્ય શ્રીમોટાનું સચિત્ર કેલેન્ડર તેમજ શ્રીમોટા વાણી સપ્રેમ આપવામાં આવેલ હતી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવા શક્તિ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કામિનાબા રાજ તેમજ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300