જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધા નારાયણ વિદ્યાવિહાર શાળામાં યોજાઈ

જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધા નારાયણ વિદ્યાવિહાર શાળામાં યોજાઈ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા લખાયેલ પુસ્તક એકઝામ વોરિયર્સમાં આલેખાયેલ જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધા અત્રેની નારાયણ વિદ્યાવિહાર શાળામાં યોજાઈ ગઈ. જેમાં 9 તાલુકામાંથી પ્રથમ 3 ક્રમાંકિત કુલ 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ( ચેરમેન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ, ભરૂચ ), શ્રી જીતુભાઈ પરમાર ( સરપંચશ્રી, ભોલાવ ગ્રામ પંચાયત ), શ્રી કિર્તીભાઈ શાહ ( સામાજિક કાર્યકર ), શ્રી રાજેન્દ્ર વાડીયા ( એજ્યુકેશનલ ટ્રેનર ), શ્રી મારુતિસિંહ અટોદરિયા ( જિલ્લા ભાજપ પ્રમુખ ), શ્રી યુવરાજસિંહ પરમાર શ્રી નિરલભાઈ પટેલ( મહામંત્રીશ્રી, ભાજપ), શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી બળવંતભાઈ ગોહિલ એ ઉપસ્થિત રહી બાળ ચિત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના કન્વીનર શ્રી નિશાંતભાઈ દવેએ બાળકોને તણાવ મુક્ત રહી પરીક્ષા આપવા માટેના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમમાં શ્રી ઠાકોરભાઈ સાધુ, શ્રી નાનજીભાઈ મૈસુરિયા, શ્રી મહેશભાઈ વસાવાએ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહી તટસ્થ નિર્ણય જાહેર કર્યો હતો.
જે મુજબ અંકલેશ્વરની શ્રવણ વિદ્યાલયની વિદ્યાર્થીની કુ. અવની દીપકભાઈ પટેલ પ્રથમ, સ્વામિનારાયણ ગુરુકુળની કુ. આકૃતિ રમેશભાઈ દ્વિતીય તથા સેન્ટ પોલ સ્કૂલની વિદ્યાર્થીને ઉર્વશી પી પટેલ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
વિજેતા તમામ વિદ્યાર્થીનીઓ ને ખુબ ખુબ અભિનંદન
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300