નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિષય આધારિત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું

નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિષય આધારિત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું
લોકાર્પણ જામનગર,ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા ગત તા. ૨૧ જાન્યુઆરીના રોજ વિષય આધારિત તાલીમનું નેહરુ યુવા કેન્દ્રની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં આગ સુરક્ષા, પ્રાથમિક ચિકિત્સા, આપદા પ્રબંધન જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી.
ઉપરોક્ત તાલીમ સત્રમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાંથી ઉપસ્થિત રહેલા શ્રી પરમારભાઈએ યુવાનોને બ્લડ ડોનેશન વિષે જરૂરી સમજ આપી હતી. ફાયર સેફટી વિભાગમાંથી ઉપસ્થિત શ્રી રાકેશભાઈ ગોકાણીએ આપાતકાલીન પરિસ્થિતિમાં શું-શું સાવચેતીના પગલાં લેવા તે અંગે વિશેષ માહિતી આપી હતી. ૧૦૮ ટીમ સદસ્યશ્રી ગૌરાંગભાઈએ પ્રાથમિક ચિકિત્સામાં શું સારવાર લઈ શકાય તેમજ ૧૦૮ નું શું મહત્વ છે તે અંગે પ્રેક્ટીકલ જાણકારી આપી હતી. મહિલા હેલ્પલાઇન નંબર અભયમ ૧૮૧ના સદસ્યશ્રીઓ દ્વારા મહિલાઓને લગતી સમસ્યાઓ તેમજ તેના નિવારણાર્થે ૧૮૧ હેલ્પલાઇન નંબર તેઓને કઈ રીતે ઉપયગી થઈ શકે છે તે વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ માટે માર્ગદર્શન નહેરુ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જિલ્લા પરિયોજના અધિકારી શ્રી માનસી સિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. કાર્યક્રમનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ શ્રી નરોતમભાઈ વઘોરા, એક્ટિવેટ કલબના પ્રમુખ શ્રી વિજયભાઈ મકવાણા, નહેરુ યુવા કેન્દ્ર જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક શ્રી જીગરભાઈ બેલા, શ્રી ભૌતિકભાઈ પઢીયાર, શ્રી હાર્દિકભાઈ ચાંદરા, શ્રી બ્રિજરાજ જાડેજા, શ્રી હર્ષભાઈ પાંડે અને શ્રી શીતલ ડાંગર દ્વારા કરાયું હતું..
રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300