બે વર્ષ અગાઉ બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

બે વર્ષ અગાઉ બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
અંબાજી પોલીસ સ્ટેશનના બે વર્ષ અગાઉ બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે અંબાજી ગબ્બર રોડ ઢાળ ઉપરથી તીનખાભાઇ રૂપાભાઇ જાતે.ડુંગાઇચા ઉ.વ.૨૧ રહે.ગામ.વિરમવેરી પોસ્ટ.સેબલપાણી તા.દાંતા જીલ્લો.બનાસકાંઠા વાળાને પકડી લીધેલ જેના કબ્જામાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જેના બિલ તથા આધાર પુરાવા માગતા તેની પાસે ના હોય જે બે મોબાઇલ પૈકી એક વાદળી કલરનો રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા બીજો કાળા કલરનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે બંન્ને મોબાઇલ ફોનની કિ.રૂ.૧૬,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીએ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.
શોધી કાઢેલ ગુનો:-
અંબાજી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૨૨૦૦૪૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૨૭ મુજબ
કામગીરી કરનાર એલ.સી.બી.ના અધિશ્રી તથા કર્મચારીઓની વિગત:-
1. PSI શ્રી એચ.કે.દરજી
2. HC નરેશભાઇ લક્ષ્મણભાઇ
3. HC દિગ્વિજયસિંહ રામસિંહ
4. HC મહેશભાઇ સરદારભાઇ
5. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી