જામનગર : હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની અનોખી ઉજવણી

જામનગર : હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની અનોખી ઉજવણી
આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા શાળાની ધોરણ 1 થી 8 ની તમામ વિદ્યાર્થીની બહેનોને એક અઠવાડિયામાં ઓછામાં ઓછા બે સેવાકીય કાર્યો કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું અને આ કરેલા સેવાકીય કાર્યો સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી નિમિત્તે પ્રસ્તુત કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.અને પોતાનાથી થતી યથાયોગ્ય સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. આજરોજ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે પોતે કરેલ સેવાકીય પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. જેમાં બાળકોએ જરૂરિયાતમંદને કપડા, ભોજન, ચીજ વસ્તુઓ વગેરે આપવનું, દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવી, પોતાની આસપાસ, કુટુંબ, પરિવારમાં, શાળામાં મદદ કરી, વૃદ્ધાશ્રમમાં જઈ અને સેવા આપેલ,પોતાની સહપાઠી વિદ્યાર્થીની બહેનોને મદદ કરવી વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ કરી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થાથી જ સેવાકીય પ્રવૃતિઓનું મહત્વ સમજાય તથા તેઓ નાનપણથી જ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાય એવો હતો. બાળકોએ પણ પોતે કરેલી સેવાઓથી ખૂબ પ્રસન્ન થયા હતા અને ખૂબ જ ગર્વની લાગણી અનુભવ્યાનું જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. બીઆરસી કોઓર્ડીનેટર આશિફભાઈ જામી તથા સીઆરસી કોઓર્ડીનેટર કનુભાઈ જાટીયા દ્વારા વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ એન મકવાણાએ સેવાકીય કાર્યો કરવા બદલ શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને બિરદાવી હતી.
રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300