જામનગરના ધ્રોલ નજીક કાર અને આઇસર વચ્ચે અકસ્માત : 03 ના ઘટનાસ્થળે મોત

જામનગરના ધ્રોલ નજીક કાર અને આઇસર વચ્ચે અકસ્માત : 03 ના ઘટનાસ્થળે મોત
Spread the love

જામનગરના ધ્રોલ નજીક કાર અને આઇસર વચ્ચે અકસ્માત : 03 ના ઘટનાસ્થળે મોત

જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળેજ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગલની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકો જોડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ નજીક મોડીરાત્રે 3 વાગ્યાની આસપાસ કાર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં સવાર ત્રણ મિત્રોના ઘટનાસ્થળેજ મોતની નીપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ત્રણેય મિત્રો ટીમલી ગામે યોજાયેલા એક ભજન કાર્યક્રમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યાં હતા એ સમયે આ અકસ્માત થયો હતો.અકસ્માતના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પીઠડ ગામના મૃતક લાલજી ગોગરાના ભાઈએ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!