પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ જાન્યુઆરી 2023 થી બંધ થશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ જાન્યુઆરી 2023 થી બંધ થશે
Spread the love

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ જાન્યુઆરી 2023 થી બંધ થશે

• NFSA યોજનાના લાભાર્થીઓ માટે ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ શરૂ રહેશે

લોકાર્પણ જામનગર , ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NSA) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થી રેશનકાર્ડ ધારકો માટે – જાન્યુઆરી ૨૦૨૩ થી ડીસેમ્બર-૨૦૨૩ માસ એટલે સમગ્ર વર્ષ દરમ્યાન મળવાપાત્ર અનાજ (ઘઉં તથા ચોખા ) નું “વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભારત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૦ થી જુદા જુદા તબકકા અંતર્ગત અમલી કરાયેલ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ “વિનામૂલ્યેનું વિતરણ તથા રાજય સરકાર દ્વારા મળવાપાત્ર અનાજ (ઘઉં તથા ચોખા) નું “પેઈડ વિતરણ” એમ દર માસે બે પ્રકારના વિતરણ કરવામાં આવતુ હતુ. (PMGKAY) હેઠળ વિનામૂલ્યેનું વિતરણ” જાન્યુઆરી ૨૦૨૩ થી બંધ થશે, આમ, જાન્યુઆરી ૨૦૨૩થી ફકત NFSA યોજના હેઠળ જ વિતરણ થશે અને આ વિતરણ (ઘઉં તથા ચોખા)નું વિનામૂલ્યે થશે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” (NFSA) હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થી રેશનકાર્ડ ધારકોને કરવામાં આવનાર ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણ અને રાજય સરકાર દ્વારા કરવામાં આવતા તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહતદરના વિતરણ એમ બન્ને વિતરણને અલગઅલગ ગણવાના રહેશે. આથી લાભાર્થીએ બે વખત પોતાની આધાર બેઈઝડ ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

તદઉપરાંત જાન્યુઆરી–૨૦૨૩ થી NFSA હેઠળ કરવામાં આવનાર વિનામૂલ્યે ઘઉં-ચોખાના વિતરણ માટે વાજબી ભાવના દુકાનદાર દ્વારા લાભાર્થીને પ્રિન્ટ રસીદ આપવાની રહે છે અને રાજય સરકારના તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહતદરથી થનાર વિતરણ માટેની અલગ રસીદ આપવાની રહે છે. જેની સબંધિત તમામ રેશનકાર્ડ ધારકો લાભાર્થીઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : ચિરાગ ગજરા, જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!