શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી 74 માં પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી .

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી 74 માં પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી .
Spread the love

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી 74 માં પ્રજાસત્તાક દિનની હર્ષ ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી .

કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ.કુમાર જૈમીની શાસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું .અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ ગણતંત્ર દેશ બન્યો હતો . શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના,એન.સી.સીના કેડેટ, પી.જી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માનનીય કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે રાષ્ટ્રધ્વજને સલામી આપીને ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન અંગે સમગ્ર કમાન્ડિંગ ડૉ. મહેશ રાઠવાએ કર્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ પ્રાસંગિક ઉદબોધનમાં 74 માં પ્રજાસત્તાક દિન આપણા માટે રાષ્ટ્રીય તહેવાર છે .અને આપણે ખૂબ જ ગર્વ પૂર્વક તેની ઉજવણી કરવી જોઈએ. દરેક નાગરિકે પોતાનામાં રાષ્ટ્રભાવના હોવી જોઈએ .તેમજ G20 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે .ભારત માટે G-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે. કારણ કે તે આઝાદીના અમૃત મહોત્સવ સાથે એક રૂપ થશે અને 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે .ગુજરાત સરકારના પાંચ પ્રકલ્પ જેવા કે સ્વચ્છતા અભિયાન ,પ્રાકૃતિક ખેતી, ફિટ ઇન્ડિયા, આરોગ્ય વિશે આપણે સમાજમાં ઘણું કામ કરવું જોઈએ .દુનિયામાં શ્રેષ્ઠ સમયગાળો ભારત યુવાધનનો છે અને તેનો મહત્તમ આપણે લાભ લઈને વિશ્વ ગુરુ તરફ બનવા પ્રયાસ કરવો જોઈએ. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ શ્રી ડૉ. અનિલ સોલંકી ,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કર્મચારી ગણ ,કાંકણપુર કોલેજના આચાર્ય તેમજ એ.સી સભ્ય અને ગુજરાતી વિભાગના વડા ડૉ. કુમાર જૈમીની શાસ્ત્રી સાહેબ ,પીજી ડિપાર્ટમેન્ટ ના કોમર્સ વિભાગના વડા ડૉ. દક્ષાબેન ચૌહાણ, સમાજશાસ્ત્રના વડા ડૉ. જગદીશભાઈ પટેલ ,અંગ્રેજી વિભાગના વડા ડૉ. હિરેન ત્રિવેદી તેમજ કાંકણપુર કોલેજ , સાર્વજનિક કોમર્સ કોલેજ, શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને પંચશીલ કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ. કુમાર જૈમીની શાસ્ત્રીએ કર્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!