વંથલીમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

વંથલીમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન
Spread the love

વંથલીમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

પોલીસ તંત્રમાં ગુના ડિટેકશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ તેમજ નાગરિકલક્ષી કામગીરી કરનારા વહીવટી, આરોગ્ય ,પંચાયત ,માહિતી, વન, અને આઈસીડીએસના કર્મયોગીઓનું સન્માન કરાયું

અગતરાય અને શેલરાના સરપંચ નું સન્માન કરાયું

જુનાગઢ : વંથલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચાલુ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ કલેક્ટર કચેરી અંતર્ગત રેવન્યુમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી, અધિક કલેકટર શ્રી એલ. બી .બાંભણીયા, કલેક્ટર કચેરીના શ્રી હરદીપ પટેલ ,આર.વી. ચૌહાણ, જયેશ રાઠોડ, વિશાલ વાળા તેમજ શ્રેષ્ઠ સરપંચ તરીકે અગતરાયના શ્રી રાજેશભાઈ મારડિયા, સેલરાના પરબતભાઈ પિઠીયા ,પંચાયત વિભાગમાં નિબંધ સ્પર્ધામાં સાસણના ભટ્ટી અરમાન, આંબલીયાના સુમરા સમીર અને ખજુરી હડમતીયા ના મહેતા વિવેકનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગમાં ગુના ડિટેકશન અને અન્ય શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. જે ગઢવી, માંગરોળના પી.એસ.આઇ એસ.એ.સોલંકી તેમજ પોલીસ કર્મીઓ શ્રી ઉમેશભાઈ વેગડા દિવ્યેશભાઈ ડાભી , અનિરુદ્ધભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.અન્ય વિભાગોમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ લાઈન નેચર રેસક્યુ ટીમનું તેમજ જીવદયા કામગીરી બદલ કેતનભાઇ દોશી અને ૧૦૮ માં વિસાવદર ના પાયલોટ હરેશભાઈ દવે, રમતગમત સંગીત સાહિત્ય કેટેગરીમાં માંગરોળના રમેશભાઈ જોશી, જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદી ,ગિરનાર સ્પર્ધામાં લાલાભાઇ પરમાર તેમજ મોરી રોનિતભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું .આરોગ્ય કેન્દ્રની કામગીરી બદલ મેસવાણ ,કંકાણા, દાત્રાણા, મોટીમોણપરી ,મજેવડી અને કેવદ્રા તેમજ કેશોદ સરકારી હોસ્પિટલ ની ટીમ નું સન્માન કરવામાં આવ્યું હતું. વંથલી આઈસીડીએસ માં આંગણવાડી કાર્યકર બકુત્રા નિર્મળાબેન અને ગઢીયા મીનાક્ષીબેન તેમજ કલ્યાણકારી યોજના ના પ્રચાર પ્રચાર ગવર્મેન્ટ સોશિયલ- ઇલેક્ટ્રોનિક મીડિયાની કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના અશ્વીન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!