જૂનાગઢના પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલાના હસ્તે ધ્વજ વંદન સાથે ટીંબાવાડીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

જૂનાગઢના પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલાના હસ્તે ધ્વજ વંદન સાથે ટીંબાવાડીમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
કર્મયોગી અને આંગણવાડીના લાભાર્થીઓનું સન્માન કરાયું
જૂનાગઢ : જૂનાગઢ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે જૂનાગઢ તાલુકાના રેવન્યુ ,પોલીસ, પંચાયત, શિક્ષણ આઈસીડીએસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોની ઉપસ્થિતી વચ્ચે યોજાયેલા તાલુકા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવી રાષ્ટ્રની ઉન્નતિ માટે અને રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર ગામના વિકાસ માટે સૌએ કટિબદ્ધ થઈ આદર્શ નાગરિક તરીકે કર્તવ્ય બજાવવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કર્મયોગીઓનું સન્માન તેમજ આંગણવાડીના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સાથે કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી, મામલતદાર કચેરીએ જરૂરી સંકલન કર્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટર શ્રી પુનિતભાઈ શર્મા, અગ્રણી શ્રી ધવલભાઈ દવે, શ્રી અરવિંદભાઈ ભલાણી, ઇલાબેન બાલસ, પીએસઆઇ શ્રી વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300