કેબીનેટમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્તે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં અશ્વિન પટેલનું પ્રજાસત્તાક દિને બહુમાન

કેબીનેટમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્તે જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં અશ્વિન પટેલનું પ્રજાસત્તાક દિને બહુમાન
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વંથલી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કચેરીઓના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત માહિતી ખાતાનાં કર્મી શ્રી અશ્વિન પટેલનું સન્માન પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.
શ્રી પટેલની ૧૯૮૭માં ભરૂચ જિલ્લામાં થયેલ નિયુક્તિથી લઇને આજ દિન સુધીનાં ૩૫ વર્ષની સરકારશ્રીની સેવામાં બજાવેલ ફરજનાં ભાગરૂપ વિવિધ જિલ્લાઓમાં કામગીરી દરમિયાન ફિલ્મ ઓપરેટર, વિડીયોકેમેરામેન જેવી જગ્યાઓ પર રહીને સમાચાર, સોશિયલ મીડિયા અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચતી કરવા સદાય કાર્યરત રહ્યા છે. શ્રી પટેલે તેમનાં સેવાકાળ દરમિયાન કુદરતી હોનારતો, ભુકંપ જેવી કપરા સમયમાં બજાવેલ સરાહનીય કામગીરીને ધ્યાને લઇને બહુમાન કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300