બંધાળા પ્રાથમિક શાળા ખાતે હર્ષોઉલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

બંધાળા પ્રાથમિક શાળા ખાતે હર્ષોઉલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ગામની શિક્ષિત દીકરીના હસ્તે ધ્વજવંદન કરાયું
જૂનાગઢ : જૂનાગઢ તાલુકાની બંધાળા પ્રાથમિક શાળા ખાતે દેશ ભક્તિસભર વાતાવરણમાં હર્ષોઉલ્લાસ સાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક દિને ખાસ ગામના સૌથી વધુ શિક્ષિત અને તબીબી ક્ષેત્રે અભ્યાસરત ખુશ્બુબેન લોકડીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બંધાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાનો કર્મચારીગણ, ગ્રામ આગેવાનો સહિતના સહભાગી થયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300