પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત એન એમ શેઠ કુમાર વિદ્યાલય કુંકાવાવ ખાતે યોજાયેલ કાર્યક્રમ

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામેં આવેલી બગસરા રોડ ઉપર આવેલ સ્કૂલમાં
પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત એન એમ શેઠ કુમાર વિદ્યાલય કુંકાવાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં
પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત એન એમ શેઠ કુમાર વિદ્યાલય કુંકાવાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન મોવલિયાએ હાજર રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ વિસ્તારના બાળકો સાથે પરીક્ષા અંતર્ગત ખૂબ સુંદર ચર્ચા કરી હતી. અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરવા અને સાચી દિશામાં મહેનત કરવા અનુરોધ કર્યો હતો. વિવિધ રાજ્યના બાળકોએ પોતાના પ્રશ્નો રજૂ કરી પ્રધાનમંત્રી શ્રી પાસે સરસ જવાબો મેળવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી મેહુલભાઈ સુખડિયા અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી એમ. એલ. પટેલ સાહેબે ટેકનિકલ સહયોગ આપ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું આ તકે જિલ્લા આયોજન અધિકારી મેડમ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પૂર્વ બીઆરસી અને વ્રજ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઉદયભાઇ દેસાઈ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ નિહાળી બાળકોએ ખૂબ જ માર્ગદર્શન મેળવ્યું હતું
રિપોર્ટ : રસિક વેગડા કુકાવાવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300