અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઉજવણી

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઉજવણી
અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે દેશના 74માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુફિઝમના સ્કોલર સુફી અફઝલ વારસીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન એમ.આઈ.પટેલ તેમજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા,તેમજ ફ્રાંસથી વિશેષ પધારેલા રઝ્ઝાક કાગજી, કૈયુમ ભોલ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દેશભક્તિના ગીતો તેમજ નૃત્યથી પ્રજાસત્તાકપર્વને વધાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300