ભરૂચના પ્રો. ડો. મહેન્દ્ર પાલ પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત

ભરૂચના પ્રો. ડો. મહેન્દ્ર પાલ પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત
50 વર્ષથી દેશ અને વિદેશોમાં સાયન્સ અને ટેક્નોલજી ક્ષેત્રે અતુલ્ય યોગદાન બદલ પદ્મશ્રી મળતા ડો. પાલે ભરૂચને ગૌરવવીંત કર્યો
ભરૂચમાં સ્થાયી થયેલા ડો. સુકેતુ દવેના સસરા અને ડો. પ્રતિભા દવેના પિતા પ્રો. ડો. મહેન્દ્ર પાલને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરતા જિલ્લાના ગૌરવમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પદ્મશ્રી પ્રો. ડો. પાલ આંનદની વેટરનીટી કોલેજમાં એનિમલ સાયન્સમાં હેડ તરીકે 22 વર્ષ ફરજ બજાવી નિવૃત થયા હતા. ત્યારબાદ તેમની સેવા સાયન્સ અને ટેકનોલોજીમાં દેશ અને વિદેશમાં પ્રસરાવી હતી.તેઓએ યુએન, બેલઝિયમ, જાપાન, ન્યુઝીલેન્ડમાં વિઝિટિનગ સાયન્ટિસ તરીકે સાડા સાત વર્ષ સેવા આપી દેશમાં પરત ફર્યા હતા. પ્રો. ડો. મહેન્દ્ર પાલે માનવી અને પશુઓમાં ફંગસ ઉપર કરાયેલ અમૂલ્ય સંશોધન ટેકનોલોજીનો ઉપયોગ હાલ દેશ વિદેશમાં થઈ રહ્યો છે.તેઓને અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરે નહેરૂ એવોર્ડથી લઈ આંતરાષ્ટ્રીય સ્તરે 8 થી વધુ પુરસ્કાર મળ્યા છે. તેઓના 750 થી વધુ રિસર્ચ પેપર પબ્લિશ થઈ ચૂક્યા છે. જ્યારે 7 પુસ્તકો દેશ વિદેશમાં પ્રકાશિત થયા છે. હ્યુમન સાયન્સ વિષય ઉપર 11 થી વદબુ4 ચેપટર વિવિધ પુસ્તકોમાં આવરી લેવાયા છે.ભારત સરકારે ડો. મહેન્દ્ર પાલને પદ્મશ્રીથી નવાઝતા તેઓના પરિવારમાં આ સન્માનને લઈ ખુશીનો પાર રહ્યો નથી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300