નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ-2022

નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ-2022
અંકલેશ્વરના ઉદ્યોગકાર-સામાજિક કાર્યકર મહેશ પટેલને એનાયત કરાયો
મુંબઈ ખાતે ઉદ્યોગકારને એવોર્ડ આપવામાં આવ્યો હતો
નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ એકેડમી દ્વારા સામાજિક કાર્ય હેઠળ પીસ એવોર્ડ 2022 અને માનદ (ડોક્ટરેટ) ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર મહેશ પટેલને નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ 2022 એનાયત કરાયો છે.
નેલ્સન મંડેલા નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગ કાર અને સામાજિક કાર્યકર મહેશ પટેલને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે પ્રશંસાના પ્રતીક તરીકે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. સેન્ટ મધર ટેરેસા યુનિવર્સિટી ફોર ડિજિટલ એજ્યુકેશન એક્સેલન્સ સસ્ટેને બિલિટી ડેવલપમેન્ટ, જે બી આર હાર્વર્ડ, યુ એસ એ દ્વારા માન્યતા પ્રાપ્ત કેટેગરી સામાજિક કાર્ય હેઠળ પીસ એવોર્ડ 2022 અને માનદ (ડોક્ટરેટ) ડિગ્રી. કેમ્બ્રિજ સ્કૂલ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશન, યુકે સાથે સંલગ્નની પણ ડિગ્રી માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. મહેશ પટેલ દ્વારા 2015 સુધી કોસંબા અને વ્યારા ખાતે ટ્રાયબલ વિસ્તારમાં દીકરીના શૈક્ષણિક સ્તર સુધારવા પ્રોત્સાહન માટે સતત કામગીરી કરતા 100% પરિણામ મળ્યું હતું.
કોવિડ-19માં આરોગ્યલક્ષી કામગીરી કરી હતી. તો અંકલેશ્વર ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે તો વેસ્ટ મેનેજમેન્ટમાં ચેરમેન તરીકે અને એરાઈલમાં ડિરેક્ટર તરીકે ઉદ્યોગો અને સમાજ માટે બેવડી કામગીરી કરી રહ્યાં છે. આરોગ્ય, પર્યાવરણ અને શૈક્ષણિક ક્ષેત્રે તેમના શાંતિપૂર્ણ રીતે કરી રહેલી સાઇલન્ટ વર્કર તરીકેની કામગીરીને નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ એકેડમી દ્વારા વિવિધ રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે બાદ અંતે ગત રોજ મુંબઇ ખાતે આ એવોર્ડ આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ અભિનેત્રી મહિમા ચૌધરી અને યુક્તા મુખીના હસ્તે નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ 2022 “સામાજિક કાર્ય” હેઠળ પીસ એવોર્ડ 2022 અને માનદ (ડોક્ટરેટ) ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300