વલસાડ કલેક્ટર ઓફિસ ખાતે યુનિફોર્મ સિવિલ કોડ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ.

વલસાડ કલેક્ટર ઓફિસ ખાતે યુનિફોર્મ સિવિલ કોડ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ.
કલેક્ટર ઓફિસ ખાતે UCC મુદ્દે બેઠક મળી, કપરાડા નોન-જ્યુડિશિયલ આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુ થોરાત હાજર રહ્યા હતા.
વલસાડ કલેક્ટર ઓફિસ ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેની અધ્યક્ષતા નિવૃત્ત સુપ્રિમ કોર્ટ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈએ કરી હતી. આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડા, યુનિવર્સિટી અને કોલેજના આચાર્ય, એવોર્ડ વિજેતા કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, કપરાડા તાલુકા નોન-જ્યુડિશિયલ આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુભાઈ થોરાતે આદિવાસીઓના અધિકારોના સંદર્ભમાં પ્રસ્તુતિ આપી જણાવતાં કહ્યું કે આદિવાસીઓ ભારતીય નાગરિક નથી, પરંતુ દેશના મૂળ માલિક છે. તેમનું કહેવું હતું કે પૂર્વે કેટલાક કાયદાઓ જેમ કે IPC, CRPC, Hindu Marriage Act આદિવાસીઓ પર લાગુ પડતા નહોતા,
પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આપવામાં આદિવાસીઓ નાગરિક બનાવી, તેમને કાયદા હેઠળ લાવવામાં આવ્યા છે. તેમણે UCCના અમલને લઈને વિવાદ વ્યક્ત કરતાં, આ કાયદા હેઠળ આદિવાસીઓને ન લાવવાના કેન્દ્ર સરકારને નોટિફિકેશન જાહેર કરવાની માંગ પણ કરી હતી.
રિપોર્ટ – વિશાલ પટેલ, ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300